મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત


SHARE







મોરબીમાં પેટમાં દુખાવો ઊપડતાં સારવારમાં ખસેડાયેલ યુવાનનું મોત: ટંકારાના કલ્યાણપરમાં હાર્ટ એટેકથી આધેડનું મોત

મોરબીની અણીયારી ચોકડી નજીક આવેલ પેપર મીલના કારખાનામાં કામ કરતાં શ્રમિકને પેટમાં અચાનક દુખાવો પડતાં સારવારમાં ખસેડાયો હતો અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે ટંકારાના કલ્યાણપર ગામે રહેતા આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જતા તેનું મોત નીપજ્યું હતું

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી અને હાલમાં અણીયારી ચોકડી નજીક આવેલ લેમીટ પેપર મિલ ખાતે રહેતા અને મજૂરી કામ કરતા સુનિલકુમાર લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38)ને ગત તા 4/8 ના રોજ અચાનક પેટમાં દુખાવો ઉપાડતા તેને મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે તેને મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવ અંગેની મૃતકના ભાઈ અતુલભાઇ લક્ષ્મીપ્રસાદ વિશ્વકર્મા (38) રહે. મધ્યપ્રદેશ વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે જયારે ટંકારા તાલુકાના કલ્યાણપર રોડ ઉપર આઈસાબા પીરની દરગાહ પાસે રહેતા ફતેમામદભાઇ મુસાભાઇ જસરાયા (57) નામના આધેડ ઘરના ફળિયામાં ઊભા હતા ત્યારે હાર્ટ એટેક આવી જવાના કારણે તે વ્યક્તિનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેને ટંકારાની સરકારી હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે ટંકારા તાલુકા પોલીસને જાણ કરતાં પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News