વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

હળવદમાં શ્રીમાળીના સમાજના સતીમાંના પાળીયાઓની અવદશા: તંત્ર મૌન !?


SHARE







હળવદમાં શ્રીમાળીના સમાજના સતીમાંના પાળીયાઓની અવદશા: તંત્ર મૌન !?

હરેશભાઈ પરમારા દ્વારા, હળવદના ભવાનીનગર વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ  શ્રીમાળી સમાજના આશરે ૩૦૦ વર્ષ પુરાણા 40 જેટલા પાળિયાઓ વર્ષોથી છે આ કેમ્પસમાં  સતીમાની દેરીઓ ખંડેર હાલતમાં જોવા મળે છે તેમજ પીવા માટે પાણીના  સ્વચ્છતાના અભાવે અહીં આવતા લોકોઓ રોષ ભભુકી ઉઠયો હતો ત્યારે પાલિકાતંત્ર દ્વારા સમારકામ કરાવે તેમજ સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવે તેવી સમાજના આગેવાનોએ માંગ કરેલ હતી.

હળવદ શહેરમાં ઠેરઠેર વિવિધ જ્ઞાતિના સતીમાના પાળિયાઓ વર્ષો પુરાણા હજુ પણ મોજૂદ છે ત્યારે હળવદના ભવાનીનગર ઢોરો વિસ્તારમાં આવેલ બ્રાહ્મણ શ્રીમાળી સમાજના જ્ઞાતિના 300 વર્ષ પુરાણા ૪૦ જેટલા પાળિયા મોજુદ છે તેમાં અમુક પાળિયાઓની દેરીઓ જર્જરિત હાલતમાં ખંડેર બની ગઈ છે તેમજ અહીં કેમ્પસમાં ગંદકી જોવા મળે છે તેની સાફ સફાઈ કરવામાં આવતી નથી તેમજ પીવાના પાણી સહિતની પ્રાથમિક સુવિધાનો અભાવ છે ત્યારે આ  બાબતે હળવદના અને ટુરિઝમ એક્સપોર્ટ શરદભાઈ દવે જણાવ્યું હતું કે અમારા શ્રીમાળી સમાજના પાળિયાઓ ઘણા સમયથી  ખંડેર હાલતમાં છે નગરપાલિકા દ્વારા તેમજ પુરાતત્વ વિભાગ દ્વારા આ પાળિયાઓ નું સમારકામ કરાવે અને પીવાના પાણી જેવી તેમજ બેસવાની વ્યવસ્થા તેમજ કેમ્પસમાં સ્વસ્છતા  અભિયાન હાથ ધરવામાં આવે તેમ જણાવ્યું હતું




Latest News