વાંકાનેરની રાણેકપર શાળામાં રાષ્ટ્રીય પોષણ માહની ઉજવણી કરાઈ મોરબી મનપામાં કતલખાના-નોનવેજની લારીઓ બંધ કરાવવાની માંગ સાથે હિંદુ સંગઠનના આગેવાનોના ધરણા-ધૂન: આંદોલનનું એલાન મોરબીના નવલખી પોર્ટ પર કેપ્ટન અરવિંદ મિશ્રાએ પદભાર સંભાળ્યો હે સાહેબ કલેક્ટર કેવી રીતે બનાઈ ?: મોરબીમાં કોફી વિથ કલેક્ટરના કાર્યક્રમમાં બાળકોએ કર્યો કલેક્ટરને પ્રશ્નો નમો સેવા ગાથા: વાંકાનેરમાં માર્કેટ ચોક કા રાજા ગણપતિ ઉત્સવમાં યોજાયેલ નાટકમાં ધારાસભ્ય જીતુભાઈ સોમાણી હાજર રહ્યા મોરબી જિલ્લા સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા વડીલો અને વડીલ દંપતીનો સન્માન સમારોહ યોજાયો મોરબીના લજાઇ ગામે છાતીમાં દુખાવો ઉપડ્યા બાદ યુવાનનું મોત, પીપળીયા ચોકડી પાસે ટ્રકે ડબલ સવારી બાઇક ઉડાવ્યું મોરબીના સિરામિક ઉદ્યોગમાં વપરાતા ગેસનો ભાવ 4 માહિનામાં બમણો થઈ ગયો !, એક્સપોર્ટમાં 65 અને લોકલ માર્કેટમાં 20 ટકાનો ઘટાડો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા ગ્રુપ - બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ


SHARE







મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા ગ્રુપ - બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ
           
 
મોરબી  અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ એન. કે. મુછાર દ્વારા મળેલ અધિકારની રૂએ મોરબી જિલ્લામાં ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવી ગ્રુપ બલ્ક એસ.એમ.એસ. પર પ્રતિબંધ મુકયો છે.

આ હુકમમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ભુતકાળની ચૂંટણીઓમાં કેટલાક વાંધાજનક એસ.એમ.એસ (ટૂકા સંદેશ સેવા) તથા સોશ્યલ મીડિયાનો દુરુપ્રયોગ કેટલાક લોકો દ્વારા કરવામાં આવેલ તેવુ અનુભવ પરથી જણાયેલ છે. અને તેવી જ પરિસ્થિતિ આગામી મોરબી જિલ્લાની ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં સ્થાપિત હિતો ધરાવતા ઇસમો દ્વારા કરવામાં ન આવે અને ચૂંટણીના કાયદાની જોગવાઇઓ, આદર્શ આચાર સંહિતા તથા રાજ્યના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ ન થાય તે માટે  મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ ચૂંટણીને દુષિત કરતી પ્રવૃત્તિઓ તાત્કાલીક અટકાવવાની અત્યંત આવશ્યકતા છે.

જેને ધ્યાને લઇ મોરબી જિલ્લા, મોરબી શહેર અને મોરબી તાલુકા સહિતના  જિલ્લાના સમગ્ર વિસ્તારમાં તા.૨૪-૧૨ સુધી મોબાઇલ સર્વિસ આપતી કંપનીઓ જેવી કે, વોડાફોન, બી.એસ.એન.એલ (સેલ વન), રીલાયન્સ, ટાટા મોબાઇલ, એરટેલ, આઇડીયા, વીડીઓકોન, યુનીનોર વિગેરે જેવી કંપનીઓએ મોરબી શહેર સહિત સમ્રગ મોરબી જિલ્લાના વિસ્તારમાં કાયદાનો ભંગ થાય તેવા તેમજ ચૂંટણીની આદર્શ આચાર સંહિતાનો ભંગ થાય તેવા તથા ભારતના ચૂંટણી પંચ દ્વારા બહાર પાડવામાં આવેલ આદેશો/સુચનાઓનો ભંગ થાય તેવા અને મુકત, ન્યાયી અને શાંતિપુર્ણ વાતાવરણમાં શાંતિપુર્ણ ચૂંટણી પ્રકિયાને દુષિત કરે તેવા ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ. પ્રસારીત કરશે કે કરવા દેશે નહી તથા રાજકીય પ્રકાર તથા સ્વરૂપના ગ્રુપ/બલ્ક એસ.એમ.એસ મતદાન પુર્ણ થવાના ૪૮ કલાક પહેલા એટલેકે, તા.૧૭-૧૨ થી તા.૧૯-૧૨ સુધી સંપુર્ણપણે તેના પ્રસારણને પ્રતિબંધીત કરવાના રહેશે.

 




Latest News