મોરબી : ટાઈલ્સ ટ્રેડીંગનો ધંધો બરોબર ન ચાલતા દવા પીધી-સારવારમાં મોરબીમાં દારૂની જુદી-જુદી પાંચ રેડ : 36 બોટલ શરાબ પકડતી પોલીસ વાંકાનેરમાં વધુ એક બાયપાસ બનતા જીનપરા જકાતનાકે વાહનોનું ભારણ ઘટશે, કોરોના પહેલાની બંધ કરાયેલ લોકલ ટ્રેન ફરી શરૂ કરવા રજૂઆત: પત્રકાર પરિષદમાં સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ આપી માહિતી મોરબીમાં છેલ્લા 15 વર્ષથી શિક્ષણ સેવા ક્ષેત્રે અનોખું યોગદાન : મદની સરકાર એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા 120 થી વધુ વિદ્યાર્થીઓને શિક્ષણ કીટનું વિતરણ મોરબી: અપહરણ-પોકસોના કેસમાં ગુજરાત હાઇકોર્ટે આરોપીનો જામીન ઉપર છુટકારો કર્યો ચેક રીર્ટનના કેસમાં બે વર્ષની સાદી કેદની સજા અને ૪,૧૫,૦૦૦ નો દંડ તથા વ્યાજ સહિત ચુકવવાનો હુકમ કરતી મોરબી કોર્ટ મોરબીના જેતપર ગામે આજે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: ખેડૂતો વીજ કંપની સામે આક્રોશ સાથે રક્તદાન કરવા ઉમટી પડ્યા મોરબીના જેતપર ગામે છેલ્લા છ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહેલ નેહુલ અમૃતિયાની તબિયત લથડી: ખેડૂતો હજુ પણ તેની માંગ ઉપર મક્કમ
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે બાળકોને દૂધપાક સાથે ભરભેટ ભોજન કરાવ્યું


SHARE











મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે બાળકોને દૂધપાક સાથે ભરભેટ ભોજન કરાવ્યું

શ્રાવણ માસમાં ભક્તો જપ, તપ અને ઉપવાસ કરી શિવલિંગ ઉપર દૂધનો અભિષેક કરતા હોય છે. ત્યારે મોરબીમાં અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા છેલ્લા 17 વર્ષોથી શ્રાવણના દરેક સોમવારે વિશિષ્ટ સમવેદના અભિયાનચલાવવામાં આવે છે અને તેવી જ રીતે શ્રાવણ માસના પ્રથમ સોમવારે પહેલા દૂધનો શિવલિંગ ઉપર પ્રતીકાત્મક અભિષેક કરીને પછી જ ઝૂંપટપટ્ટીના વંચિત બાળકોને દૂધનો દૂધપાક બનાવી પુરી- શાક સાથેનું શુદ્ધ સ્વાદિષ્ટ ભોજન કરાવી જીવ રાજી તો શિવ આપોઆપ રાજીનો મેસેજ આપ્યો છે.

યંગ ઇન્ડિયા ગ્રુપના સ્થાપક ડૉ. દેવેન રબારીની આગેવાની હેઠળ શ્રાવણના પ્રથમ સોમવારે મોરબીના વિવિધ વિસ્તારમાં સેવા પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી. ખાસ તો શ્રાવણ માસમાં સોમવારે શિવલિંગ ઉપર વર્ષોથી દૂધનો અભિષેક કરવાથી શિવની કૃપા મળે એવી લોકોને દ્રઢ શ્રદ્ધા છે. આથી આજે શ્રાવણ માસના પ્રથમ સોમવારે શિવલિંગ ઉપર પ્રતીકાત્મક દૂધ ચડાવીને પછી જ ભૂખ્યા બાળકોને માત્ર ભોજન નહીં, પરંતુ દૂધપાક સાથેનું પૌષ્ટિક અને સ્વાદિષ્ટ જમવાનું અને પ્રેમભેર લાગણીઓ આપી ભગવાન શિવના દર્શન સમાન અનુભવ કરાવવામાં આવ્યો હતો. યંગ ઇન્ડિયા ગ્રુપના યુવાનો માત્ર ભોજન વિતરણમાં જ નહીં, પણ કાર્યક્રમના સમગ્ર આયોજન અને વ્યવસ્થાપનમાં દ્રઢ પ્રતિબદ્ધતાથી જોડાયા હતા અને નાના બાળકોના હાથમાં ભોજન રાખતી વખતે તેમના ચહેરા પર ફેલાયેલું સ્મિત એજ સાચા શ્રાવણ સોમવારની ભક્તિ હતી.






Latest News