મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાણાપુરના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો


SHARE







મોરબી પેરોલ ફર્લો સ્કવોડની ટીમે રાણાપુરના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને ઝડપી લીધો

મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનના લુંટના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ ઝડપી લીધેલ છે અને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ એમ.પી.પંડ્યાની સૂચના મુજબ સ્ટાફ કામ કરે છે તેવામાં  પેરોલ ફર્લો સ્કવોડના જયેશભાઈ વાઘેલા તથા બ્રિજેશભાઈ કાસુન્દ્રાને ખાનગીરાહે હકિકત મળેલ હતી કે, મધ્યપ્રદેશ રાજયના જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનમાં વર્ષ 2025 માં લૂંટનો ગુનો નોંધાયેલ હતો જે ગુનામાં નાસતો ફરતો આરોપી શાહીદ નાનકાભાઇ બંડોડ વાળો હાલે ઢુવા ગામ પાસે આવેલ સનહાર્ટ સીરામીકના કારખાનામાં કામ કરતો હોવાની ચોકકસ અને ભરોસાપાત્ર હકીકત મળતા હકીકત વાળી જગ્યાએ જઇ તપાસ કરતા ઉપરોક્ત ગુન્હાના કામનો નાસતો ફરતો આરોપી શાહીદ નાનકાભાઇ બંડોડ (21) રહે. છાપરખાંડા ગામ લોહાર ફલીયા તાલુકો રાણાપુર જીલ્લો જાબુઆ (એમ.પી) વાળો સનહાર્ટ સીરામીકના કારખાના ખાતેથી મળી આવતા પકડી પાડી હસ્તગત કરી વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરાવી આગળની ઘટીત કાર્યવાહી અર્થે જાબુઆ જિલ્લાના રાણાપુર પોલીસ સ્ટેશનને સોપી આપવા તજવીજ કરી હતી.






Latest News