ઈરાન-ઇઝરાયેલ યુધ્ધની ભયાનક અસર: મોરબીથી ટાઇલ્સ ભરીને મોકલાવેલ 1500 કન્ટેનર પાછા આવ્યા, ઉદ્યોગકારોને મોટું નુકશાન માળીયા (મી) નજીકથી તમંચા સાથે એક શખ્સ પકડાયો મોરબીમાં રામ નવમી નિમિત્તે હિન્દુ સમાજ અને વિવિધ સંગઠનો દ્વારા શોભાયાત્રાનું આયોજન મોરબીની સબ જેલ ખાતે મુસ્લિમ બંદીવાનોએ ઇદની નમાજ અદા કરી મોરબીમાં એક શામ અમર જવાનો કે નામ વીરાંજલિ કાર્યક્રમનું માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા આયોજન માળીયા (મી)ના મોટી બરાર ઘટના બાદ ખેડૂતોમાં ચિંતા: સુરક્ષા માટે લેખિત ખાતરી લેવાની માંગ ઉઠી મોરબી: ધર્મ જાગરણ સમન્વય સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા કાલે ચોટીલા ડુંગર પરિક્રમાનું આયોજન મોરબીમાં મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ફાર્મર માર્કેટનો રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિશપાલજી રાજપૂતની હાજરીમાં પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના ભરતનગર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત


SHARE











મોરબીના ભરતનગર પાસે અજાણ્યા વાહન ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત

મોરબીના ભરતનગર ગામ પાસેથી યુવાન બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે તેના બાઈકને કોઈ અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા અકસ્માત થયો હતો જે બનાવમાં યુવાનને ગંભીર ઈજા થઈ હોવાથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને અજાણ્યો વાહન ચાલાક તેનું વાહન લઈને નાસી છૂટ્યો હતો જેથી હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

મૂળ મધ્યપ્રદેશના રહેવાસી લલૂઆ દસયા પ્રજાપતિ (52એ હાલમાં અજાણ્યા વાહન ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, મોરબી માળિયા હાઇવે રોડ ઉપર આવેલ ભરતનગર ગામ પાસે શ્રીકૃષ્ણ હોટલ સામેથી ફરિયાદીનો દીકરો અભિષેકકુમાર લલૂઆ પ્રજાપતિ બાઇક નંબર જીજે 3 એચપી 6190 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન ચાલકે તેના બાઇકને હડફેટે લીધું હતું અને અકસ્માત સર્જ્યો હતો. અકસ્માતના બનાવમાં ફરિયાદીના દીકરાને શરીરે ગંભીર ઇજા થઈ હતી જેથી તેનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જનાર વાહન ચાલક પોતાનું વાહન લઇને નાસી છૂટ્યો હતો જે બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના પિતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

વરલી જુગાર

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આગમન હોટલની પાછળના ભાગમાં ખરાબાની જગ્યામાં વરલીના આંકડા લેવામાં આવતા હતા ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી 420 ની રોકડ સાથે સંજયભાઈ લાભુભાઈ જાદવ (21) રહે.રાતાવિરડા તા.વાંકાનેરની ધરપકડ કરી હતી અને તેની સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News