મોરબી તાલુકાનાં શાપર, જેતપર અને રંગપર અને હળવદ તાલુકાની બે શાળાઓમા વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના ખાખરાળા તાલુકા શાળામાં શાળા પ્રવેશોત્સવ યોજાયો મોરબીના મકનસર ગામે વિચરતી-વિમુક્ત જાતિના ૫૪ લાભાર્થીઓને રહેણાંક પ્લોટ કબજો સોંપાયો મોરબી તાલુકામાંથી સગીરાનું લગ્નની લાલચે અપહરણ કરીને દુષ્કર્મ આચરનારા શખ્સને 20 વર્ષની સખ્ત કેદની સજા મોરબીમાં માસૂમ બાળક રાહ ભટકે તે પૂર્વે સંસ્થાઓ વ્હારે આવી, ગુમ બાળકનું પરિવાર સાથે મિલન મોરબી જેતપર ગામના ખેડૂતની માંગણી સરકાર એક બેઠકમાં ન ઉકેલે તો હું પણ ઉપવાસી છાવણીમાં ખેડૂતો સાથે બેસી જઈશ: હકાભા ગઢવી મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આંદોલનનું નિરાકરણ લાવવા ગોર ખીજડીયાના સરપંચે PM ને લખ્યો પત્ર મોરબીની માધાપરવાડી કુમાર કન્યા શાળા અને માધ્યમિક શાળામાં જિલ્લા પોલીસ વડાની હાજર શાળા પ્રવેશોત્સવ યોજાયો
Breaking news
Morbi Today

મોરબીમાં કાળા કાચ વાળા 37, નંબર પ્લેટ ન હોય તેવા 77 અને ઓવરલોડ માલની હેરફેરી કરતાં 25 વાહન ચાલકો સામે કાર્યવાહી


SHARE











મોરબીમાં કાળા કાચ વાળા 37, નંબર પ્લેટ ન હોય તેવા 77 અને ઓવરલોડ માલની હેરફેરી કરતાં 25 વાહન ચાલકો સામે કાર્યવાહી
 
મોરબી જીલ્લામાં ટ્રાફિક અને આરટીઓના નિયમોની ચુસ્તપણે અમલવારી કરવા માટેની મંત્રી દ્વારા સૂચના આપવામાં આવી હતી ત્યાર બાદ  પોલીસે અને આરટીઓ વિભાગ દ્વારા વાહન ચેકિંગ માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં 5.66 લાખનો દંડ વસૂલ કરવામાં આવેલ છે અને કાળા કાચ અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકોની સામે કાર્યવાહી કરવામાં આવી હતી.
 
મોરબીમાં બે દિવસ પહેલા આવેલા વાહન વ્યવહાર મંત્રીએ જિલ્લાની મુલાકાત દરમિયાન પોલીસે અને આરટીઓ વિભાગને જરૂરી સૂચના આપી હતી જેના અન્વયે પોલીસ અને આરટીઓ વિભાગ દ્વારા શનિવારે એક જ દિવસમાં મોરબી જિલ્લાના જુદાજુદા વિસ્તારમાંથી કાળા કાચ વાળા 37 વાહનો  ચાલકો, ફેન્સી નંબર પ્લેટ હોય કે નંબર પ્લેટ ન હોય તેવા 77 વાહન ચાલકો અને 25 ઓવરલોડ વાહનોના  ચાલકો સામે કાર્યવાહી કરી હતી તેમજ મોટર વ્હીકલ એકટને લગતા અન્ય ગુન્હાઓ અન્વયે કુલ 241 વાહન ચાલકો સામે કાર્યવાહી કરીને કુલ મળીને 5.66 લાખનો દંડ મોરબી જિલ્લામાંથી વાહન ચાલકો પાસેથી વસૂલ કરવામાં આવેલ છે.





Latest News