મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીમાં વિધવા, વિધુર કે કોરોનામાં વાલી ગુમનાર પ૧ કન્યાઓનો સમુહ લગ્નોત્સવનું આયોજન


SHARE







મોરબીમાં વિધવા, વિધુર કે કોરોનામાં વાલી ગુમનાર પ૧ કન્યાઓનો સમુહ લગ્નોત્સવનું આયોજન

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી. પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે છઠ્ઠા સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબી શહેરમાં અનેક વિવિધ સેવા કાર્યો કરતી પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા છેલ્લા ૧ર વર્ષથી ગંગાસ્વરૂપ બહેનોને દર મહિને અનાજ, કપડાઓ, દવાઓ અને જીવન જરૂરિયાતની વસ્તુઓ નું વિતરણ કરવામાં આવે છે. આ સંસ્થાઓ દ્વારા દર વર્ષે સમૂહ લગ્નના આયોજન પણ કરાય છે. આ વર્ષે પણ ગંગા સ્વરૂપ સહાય સમિતિ, પી.જી.પટેલ કોલેજ અને વાત્સલ્ય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ-મોરબી, શ્રીરામ યોગ કેન્દ્ર દ્વારા પ૧ દીકરીઓ માટે મોરબી ખાતે આયોજીત છઠ્ઠો સમૂહ લગ્નોત્સવ તારીખ ૧૭/૦ર/ર૦ર૨ને ગુરુવારના રોજ આયોજન કરવામાં આવે છે.

આ લગ્નોત્સવમાં વિધવા, વિધુર કે કોરોના મહામારીમાં દિવંગત થયેલ માતા-પિતાના સંતાનોની પ્રથમ પસંદગી કરવામાં આવશે ત્યારે બાદ વંચિત જાતિ અને આર્થિક પછાત હોય તેવા પરિવારની દીકરીનો સમાવેશ કરવામાં આવશે. આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવ માં જોડાવવા ઇચ્છતા હોય તેવા પરિવારજનો જેમની દીકરીની ઉમર ૧૮ વર્ષ પૂર્ણ અને દીકરાની ર૧ વર્ષ પૂર્ણ થયેલ હોય તેના ર(બે) ફોટા, ઓરીજનલ જન્મ પ્રમાણપત્ર સાથે વાત્સલ્ય ટ્રસ્ટ ઓફીસ, ડૉ. પરેશ પારીઆ, પ્રાગટય કિ્‌લનિક, આંબેડકર કોલોની, રોહિદાસ પરા મેઈન રોડ, રેલ્વે સ્ટેશન પાસે, મોરબી, મોબાઈલ નંબર - ૮૭૩ર૯ ૧૮૧૮૩ નો સંપર્ક કરી સવારે ૧૦ થી ૧ અને સાંજે ૪ થી ૮ સુધીમાં ફૉર્મ મેળવી લઇ તારીખ ૧૭/૦૧/ર૦રર સુધીમાં જરૂરી તમામ કાગળો સાથે જમા કરાવવાના રહેશે આ છઠ્ઠા સમૂહ લગ્નોત્સવમાં આયોજક તરીકે સેવા કરવા માંગતા યુવાન મિત્રો પણ ડૉ. પરેશ પારીઆનો સંપર્ક કરી શકે છે. તેમજ ગંગા સ્વરૂપ સહાય સમિતિના દેવકરણભાઈ આદ્રોજા, ચંદ્રકાંતભાઈ દફતરી અને ટી.સી.ફુલતરીયાએ દાતાશ્રીઓને તેમના નંબર પર અથવા ૯૮રપર ર૩૧૯૯ ઉપર સંપર્ક કરવા જણાવ્યુ છે 






Latest News