મોરબીમાં જેતપર ગામે બળજબરીપૂર્વક તંત્ર દ્વારા MRC કમિટીની રચના કરવામાં આવી રહી હોવાનો ખેડૂત આગેવાનનો આક્ષેપ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની લડતથી વિમેદારને નાંણા મળશે મોરબીમાં જૂના ચાર બગીચાઓનું કરોડો રૂપિયાના ખર્ચે રિનોવેશન પૂર્ણ થવાને આરે મોરબી મહાપાલિકા દ્વારા રેનબસેરા કા રાજા ગણેશ મહોત્સવમાં મહાઆરતીનું આયોજન મોરબીના  રામધન આશ્રમ ખાતે રામદેવપીરના પ્રાગટ્ય ઉત્સવ ઉજવાયો ટંકારામાંથી ચોરી કરેલા ચોરાઉ બાઈક સાથે બે આરોપીની ધરપકડ મોરબીની લીલાપર ચોકડીએ પેપરમિલ એસો. દ્વારા ધારાસભ્યની હાજરીમાં સફાઈ અભિયાન: 1000 વૃક્ષનું કરશે વાવેતર નવા પગલાં, નવી ઉડાન: મોરબી ખાતે ગુજરાતના સૌથી વિશાળ 3D પ્રિન્ટેડ હાઈ-ટેક પ્રોસ્થેટિક લિમ્બ્સ અને એસેસમેન્ટ ફ્રી કેમ્પનું આયોજન
Breaking news
Morbi Today

હળવદના સુંદરીભવાની ગામ પાસેથી 300 લિટર દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, બેની શોધખોળ


SHARE







હળવદના સુંદરીભવાની ગામ પાસેથી 300 લિટર દારૂ ભરેલ બોલેરો ગાડી સાથે એક પકડાયો, બેની શોધખોળ

હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસેથી બોલેરો પિકઅપ ગાડી પસાર થઈ રહી હતી ત્યારે તે બોલેરો ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી તેમાંથી 300 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી દારૂ અને ગાડી મળીને 5.60 લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો હતો અને એક આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે જોકે, બે શખ્સોના નામ સામે આવ્યા હોય ત્રણ શખ્સોની સામે ગુનો નોંધી પોલીસે બાકીના બે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે દેવેન્દ્રસિંહ દેવપાલસિંહ ઝાલાને મળેલ બાતમી આધારે હળવદ તાલુકાના સુંદરીભવાની ગામ પાસે વોચ રાખવામા આવી હતી ત્યારે ત્યાંથી પસાર થતી બોલેરો પીકપ ગાડીને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 300 લીટર દારૂનો જથ્થો મળી આવતા પોલીસે 60,000 ની કિંમતનો દારૂ તથા 5 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 5.60 લાખનો મુદ્દા માલ કબજે કર્યો હતો અને આરોપી મહેશ ઉર્ફે મયલો ધીરુભાઈ વાઘેલા રહે. ચુપણી તાલુકો હળવદ વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમ્યાન માલા આપનાર સંજયભાઈ હસમુખભાઈ કોળી રહે જોકડા (ભવાનીગઢ) તાલુકો મુળી અને માલ મંગાવનાર મિતુલ નામના બે શખ્સોના નામ સામે આવ્યા હોય હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કુલ ત્રણ શખ્સની સામે ગુનો નોંધીને બાકીના બે આરોપીને પકડવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.




Latest News