મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના જેતપર ગામે દવાયુક્ત પાણી પી જતા પરણીતાનું મોત


SHARE













મોરબીના જેતપર ગામે દવાયુક્ત પાણી પી જતા પરણીતાનું મોત

મોરબી તાલુકાના જેતપર ગામે વાડી વિસ્તારમાં રહેતા મૂળ મધ્યપ્રદેશના પરિણીતાએ ભૂલથી દવાયુક્ત પાણી પી લીધું હતું.જેથી કરીને તેણીને સારવારમાં મોરબી સિવિલે લાવવામાં આવતા અહીં તેનું મોત નિપજયુ હતું.બનાવની પોલીસને જાણ કરવામાં આવતા હાલ તાલુકા પોલીસે આગળની તપાસ શરૂ કરી છે.

મોરબી તાલુકા પોલીસ સુત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મૂળ મધ્યપ્રદેશના ધાર જિલ્લાના અને હાલ મોરબી તાલુકાના જેતપર ગામે રોહિતભાઈની વાડીએ રહીને ખેત મજૂરીનું કામ કરતા પરીવારના મુસ્કાનબેન ગોકુલભાઈ ભાંભર (ઉમર ૨૫) નામની પરણીતા તા.૨૫-૭ ના વહેલી સવારે ચારેક વાગ્યાના અરસામાં દવા પી જતા તેણીને સારવાર માટે અહીંની સિવિલે લાવવામાં આવ્યા હતા.જો કે અહીં ફરજ ઉપરના તબીબે જોઈ તપાસીને મુસ્કાનબેન ભાંભરને મૃત જાહેર કર્યા હતા.અને મોરબી તાલુકા પોલીસમાં જાણ કરી હતી.જેથી બનાવ સંદર્ભે તાલુકા પોલીસ મથકના પીએસઆઇ તિવારી તથા રાઇટર માલાભાઈ દ્વારા તપાસ કરવામાં આવી હતી.જેમાં સામે આવ્યું હતું કે મૃતક મુસ્કાનબેન ભાંભરનો લગ્નગાળો પાંચેક માસ જેવો જ હતો.તેઓની માનસિક સ્થિતિ સારી ન હોય અને ખેતરમાં છાંટવા માટે દવા રાખેલી હોય તે દવાયુક્ત પાણી પી ગયા હોય તેણીને ઝેરી અસર થવાથી મોત થયું હતું.

મોબાઈલ ચોરી

મોરબીના કંડલા બાયપાસ દલવાડી સર્કલ પાસે આવેલા સરદારનગર વિસ્તારના રહેવાસી અને મૂળ મોરબીના માધાપરના વતની દિપેશભાઈ નટવરભાઈ હડિયલ સતવારા નામના ૨૮ વર્ષના યુવાને પોલીસમાં જાણ કરી હતી કે, ગત તા.૨૧-૭ ના વહેલી સવારે ૭ વાગ્યે મોરબીના છાત્રાલય રોડથી કેનાલ રોડ બાજુ જતો હતો તે રસ્તે તેનો સેમસંગ કંપનીનો રૂા.૫૦,૦૦૦ ની કિંમતનો ફોન પડી ગયો હતો અથવા ગુમ થઈ ગયો હતો કે ચોરાઈ ગયો હતો.જેથી કરીને હાલ તેણે ઓનલાઇન ફરિયાદ નોંધાવેલી હોય એ ડિવિઝન પોલીસ મથકના ડી.આર.ઝાલા દ્વારા આ બાબતે નોંધ કરીને આગળની તપાસ હાથ ધરી છે.

વાહન અકસ્માતમાં ઇજા

મોરબી તાલુકાના આમરણ પાસે આવેલ ડાયમંડનગર વિસ્તારમાં રહેતા ગોદાવરીબેન મગનભાઈ જાકાસણીયા નામના ૮૦ વર્ષના વૃદ્ધા ગામની અંદર બાઈક પાછળ બેસીને જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઈક સ્લીપ થતા ઇજા થતા તેઓને સારવારમાં મોરબીની ખાનગી હોસ્પિટલે લાવવામાં આવ્યા હતા.જ્યારે હળવદ તાલુકાના રાતાભેર ગામે રહી મજૂરી કામ કરતા પબુભાઇ વનાભાઈ બામણીયા (૩૨) નામના મૂળ મધ્યપ્રદેશના યુવાનને મોરબી તાલુકાના ગાળા ગામ પાસે વાહન અકસ્માત બનાવમાં ઇજાઓ થયેલ હોય તેને અહીંની સિવિલે સારવાર માટે લાવવામાં આવ્યો હતો.

મારામારીમાં ઇજા

મોરબીની નાલંદા સ્કૂલ પાસે આવેલ મહિન્દ્રા શોરૂમ પાસે થયેલ મારામારીના બનાવમાં સુરજ પાંડે (ઉમર ૨૮) અને શ્રીકાંત તિડંકર (ઉમર ૪૫) રહે.બંને ગુજરાત હાઉસિંગ બોર્ડ શનાળા રોડને સારવાર માટે અત્રેની સિવિલે લાવવામાં આવ્યા હતા.તેમજ મોરબીના હળવદ રોડ ઉપર આવેલ નીચી માંડલ ગામે રહેતા હરેશભાઈ લાલજીભાઈ રૂદાતલા નામના ૩૦ વર્ષના યુવાનને ગામ નજીક અજાણ્યા ઈસમની સાથે બોલાચાલી ઝગડો થયા બાદ મારામારી થઈ હતી જેમાં ઈજા થતાં તેને અત્રે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યો હતો.જે અંગે તાલુકા પોલીસ મથકના એ.એમ.ગરિયા દ્વારા નોંધ કરીને તપાસ કરવામાં આવી હતી.

શોટ લાગતા સારવારમાં

મોરબીના સામાકાંઠે ત્રાજપર ચોકડી નજીક શ્રીરામ સ્ટીલમાં લુહારી કામ દરમ્યાન ઈલેક્ટ્રીક શોટ લાગતા આકાશ હસમુખભાઈ કવૈયા (૨૯) રહે.રવાપરને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો.તેમજ સામાકાંઠે ત્રાજપર ચોકડી પાસે અમુક લોકો દ્વારા માર મારવામાં આવતા હીરાલાલ છોટાલાલ પટેલ (૨૬) નામના યુવાનને સારવાર માટે સિવિલે લઈ જવામાં આવ્યો હતો






Latest News