મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે સોશિયલ એક્ટ કાર્યક્રમ થકી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો આપ્યો સંદેશ


SHARE







મોરબીમાં યંગ ઇન્ડિયા ગ્રુપે સોશિયલ એક્ટ કાર્યક્રમ થકી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો આપ્યો સંદેશ

વર્તમાન સમયમાં સમાજમાં ડ્રગ્સનું દુષણ વધી રહ્યું છે. ત્યારે મોરબીમાં અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા સોશિયલ એક્ટ કાર્યક્રમ યોજી યુવાનોને ડ્રગ્સના દુષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો. 

યંગ ઇન્ડિયા ગ્રુપ દ્વારા આ સોશિયલ એક્ટ કાર્યક્રમ સ્કાય મોલ ખાતે યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સંઘવી એન્ડ સન્સ મુવીના અભિનેત્રી કોમલ ઠક્કર પણ જોડાયા હતા. તેઓ એકમાત્ર ગુજરાતી અભિનેત્રી છે જેઓને કાન્સ ફેસ્ટિવલમાં જવાનો અવસર પ્રાપ્ત થયો હતો. તેઓએ યુવાનોને આવા દુષણોથી દૂર રહેવા અપીલ કરી હતી. આ કાર્યક્રમમાં પોસ્ટરો દ્વારા યુવાનોને ડ્રગ્સના દુષણ અંગે જાગૃત કરવાનો પ્રયાસ કરાયો હતો. તો યંગ ઇન્ડિયા ગ્રુપના ડો. દેવેનભાઈ રબારીએ જણાવ્યું હતું કે ડ્રગ્સનું દૂષણ ગુજરાતમાં ફેલાઈ રહ્યું છે. જો વહેલી તકે આ દુષણ સામે જાગૃતિ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં તેના ભયાનક પરિણામો જોવા મળશે. વધુમાં આ કાર્યક્રમ દરમિયાન અભિનેત્રી કોમલ ઠક્કરે સ્કાય મલ્ટીપ્લેક્સમાં સંઘવી એન્ડ સન્સના શોમાં હાજરી આપી હતી. આ વેળાએ તેઓ  ગરબે પણ ઘૂમ્યા હતા. તેઓએ લોકોનેં જણાવ્યું હતું કે આ મુવી આપણી ભારતીય સંસ્કૃતિનેં ઉજાગર કરે છે, આપણા જીવનમાં પરિવારનું શું મહત્વ છે અને સયુંકત કુટુંબથી શું લાભ થતા હોય છે. તો વડીલો અને બાળકો સાથે મળીને આ મુવી અચૂક જોવું જોઈએ.






Latest News