મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીમાં ૧૮ જુલાઈએ મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાશે: વાંકાનેરમાં ૧૮ જુલાઇએ યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો


SHARE









મોરબીમાં ૧૮ જુલાઈએ મહાપાલિકાની સંકલન સમિતિની બેઠક યોજાશે: વાંકાનેરમાં ૧૮ જુલાઇએ યોજાશે ઔદ્યોગિક ભરતી મેળો

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા.૧૮ જુલાઈના રોજ ઈસ્ટ ઝોન કચેરીના સભાખંડમાં સંકલન સમિતિની બેઠક યોજાશે

મોરબી મહાનગરપાલિકાની સંકલન સમિતિની બેઠક આગામી તા. ૧૮/૦૭/૨૦૨૫ ના રોજ બપોરે ૦૩:૦૦ કલાકે ઈસ્ટ ઝોન, મહારાણી નંદ કુવરબા આશ્રયગૃહ (રૈન બસેરા)ના સભાખંડ, ત્રીજો માળ, રેલ્વે સ્ટેશન રોડ, મોરબી ખાતે યોજાશે. આ બેઠકમાં મહાનગરપાલિકાની સંકલન સમિતિમાં રજૂ થયેલા વિવિધ પ્રશ્નોની સુનાવણી તથા સમીક્ષા હાથ ધરવામાં આવશે તેવું સંકલન સમિતિ સભ્ય સચિવ અને મોરબી મહાનગરપાલિકાના ડેપ્યુટી કમિશ્નર કુલદીપસિંહ વાળાની યાદીમાં જણાવાયું છે.

વાંકાનેરમાં ૧૮ જુલાઇના રોજ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે

મોરબી રોજગાર વિનિમય કચેરી દ્વારા તા.૧૮ ના રોજ સવારે ૧૧:૦૦ કલાકે આઈ.ટી.આઈ, તાલુકા સેવા સદનની સામે, વાંકાનેર-રાજકોટ હાઈવે, વાંકાનેર ખાતે ઔદ્યોગિક ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

આ ભરતીમેળામાં મોરબી જિલ્લાના ખાનગી ક્ષેત્રના વિવિધ નોકરીદાતાઓ ઉપસ્થિત રહીને વિનામુલ્યે પસંદગીની કાર્યવાહી કરશે. ખાનગી ક્ષેત્રે નોકરી મેળવવા ઇચ્છુક, નોનમેટ્રીક /એસએસસી /એચએસસી /આઇટીઆઇ /સ્નાતક વગેરેની લાયકાત ધરાવતા તથા ૧૮ થી ૩૫ વર્ષની ઉંમર ધરાવતા ઉમેદવારોએ, તેમના તમામ શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સાઇઝના ફોટોગ્રાફ, આધારકાર્ડ, બાયોડાટા વગેરે સાથે સ્વખર્ચે ભરતીના સ્થળે, નિયત સમયે અને તારીખે અચુક ઉપસ્થિત રહેવું. રોજગાર વિનિમય કચેરી ખાતે નામ નોંધણી નહીં કરાવેલ ઉમેદવારો પણ હાજર રહી શકશે તેમ મોરબી જિલ્લા રોજગાર અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News