ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ મોરબીના ગોર ખીજડીયા ગામે સરપંચના હસ્તે તિરંગો લહેરાવીને સ્વાતંત્ર્ય પર્વ ઉજવાયો પર્યાવરણની જાળવણી માટે વૃક્ષોનું વાવેતર-જતન કરવું ખૂબ જરૂરીઃ મંત્રી કાંતિભાઇ અમૃતિયા મોરબીમાં યોજાયેલ બ્રહ્મ ચોર્યાસીમાં રાજ્યમંત્રી, સાંસદ, સહિતના આગેવાનો અને 5000થી વધુ ભૂદેવોએ પ્રસાદનો લાભ લીધો મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો
Breaking news
Morbi Today

મોરબી: નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે


SHARE







મોરબી: નવરાત્રી અન્વયે જિલ્લા કક્ષાએ રાસ ગરબા સ્પર્ધા યોજાશે

રમત - ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ કમિશનર યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગાંધીનગર તેમજ જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી મોરબી દ્વારા સંચાલિત જિલ્લા કક્ષાની નવરાત્રી રાસ ગરબા સ્પર્ધામાં યોજનાર છે. આ સ્પર્ધા માટે ફોર્મ ભરવાની અંતિમ તા. ૨૧/૭/૨૦૨૫ છે.

આ સ્પર્ધામાં પ્રાચીન ગરબા તથા અર્વાચીન ગરબા સ્પર્ધામાં ૧૪ થી ૩૫ વર્ષના બહેનો ભાગ લઈ શકશે. જ્યારે રાસની સ્પર્ધામાં ભાગ લેનાર ભાઈઓ તથા ભહેનોની વય ૧૪ થી ૪૦ વર્ષ સુધીની રહેશે. રાસ તથા પ્રાચીન, અર્વાચીન ગરબાની રજૂઆતનો સમય ૬ થી ૧૦ મિનિટનો રહેશે. પ્રાચીન, અર્વાચીન ગરબામાં ભાગ લેનાર વ્યક્તિઓની સંખ્યા ૧૨ થી ૧૬ ની રાખી શકાશે અને સાથે સંગીત ગાયન(સાંજિદા) વગેરે માટે ૪ વ્યક્તિ રાખી શકાશે. જેથી ઈચ્છુક ઉમેદવારોએ નિયત નમૂનાનું ફોર્મ, આધારકાર્ડની નકલ સાથે રાખી તા. ૨૧/૭/૨૦૨૪  સુધીમાં કચેરીના કામકાજના દિવસો દરમિયાન તથા કચેરી સમય દરમિયાન જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, રૂમ નં. ૨૫૭, તાલુકા સેવા સદન, બીજો માળ, લાલબાગ મોરબી-૨ ખાતે રૂબરૂ જમા કરાવવાનું રહેશે. વધુ માહિતી માટે કચેરીના ફોન નંબર ૦૨૮૨૨ ૨૪૧૮૪૪ પર સંપર્ક કરી શકાશે. સમય મર્યાદા પછી આવનાર ફોર્મ તથા અધુરી વિગતવાળા ફોર્મ સ્વીકાર્ય રહેશે નહીં તેવું જિલ્લા યુવા વિકાસ અધિકારીની યાદીમાં જણાવાયું છે.






Latest News