મોરબી શહેરમાં ભવિષ્યમાં ટ્રાફિક સમસ્યા કે વરસાદી પાણી ભરાવાનો પ્રશ્ન ઉભો ન થાય તે રીતે નવી ડી.પી. બનાવવા મહાપાલિકાના ચેરમેન રિશીપ કૈલાએ કરી કલેકટરને રજૂઆત મોરબીના યુવા આગેવાને જન્મદિવસ નિમિતે બાળકોને શૈક્ષિણક કીટનું વિતરણ કર્યું મોરબી ટાઈમ્સનો પત્રકાર વિશાલ સેજપાલ પાસા હેઠળ જેલ હવાલે મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી ! 
Breaking news
Morbi Today

મોરબીના શનાળા-રાજપર રોડેથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 2.35 લાખનો મુદામાલ કબ્જે


SHARE







મોરબીના શનાળા-રાજપર રોડેથી દારૂ ભરેલ કાર સાથે બે પકડાયા: 2.35 લાખનો મુદામાલ કબ્જે

મોરબીના શનાળાથી રાજપર તરફ જવાના રસ્તા ઉપર પસાર થતી સ્વિફ્ટ ગાડીને રોકીને પોલીસ દ્વારા ચેક કરવામાં આવી હતી ત્યારે તે ગાડીમાંથી 175 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે 35,000 ની કિંમતનો દારૂ અને બે લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,35,000 ની કિંમતનો મુદ્દામાલ સ્થળ ઉપરથી કબજે કરવામાં આવ્યો હતો અને બે આરોપીની હાલમાં ધરપકડ કરવામાં આવેલ છે. અને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોધી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી તાલુકા પોલીસની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શનાળાથી રાજપર ગામ તરફ જવાના રસ્તા ઉપર કારખાના સામેથી પસાર થઈ રહેલ સ્વીફ્ટ ગાડી નંબર જીજે 36 એસી 7021 ને રોકવામાં આવી હતી અને તે ગાડીને ચેક કરવામાં આવતા તેમાંથી 175 લિટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેથી પોલીસે 35,000 ની કિંમતનો દારૂ તથા 2 લાખ રૂપિયાની કિંમતની ગાડી આમ કુલ મળીને 2,35,000 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને આરોપી ભરતભાઈ રમેશભાઈ બાટી (25) રહે.લીલાપર રોડ ખડીયાવાસ મોરબી તથા સેઝાદભાઇ મુરાદભાઇ સોઢા (20) રહે.જીરાગઢ તા. જોડીયા વાળાની ધરપકડ કરી હતી અને તે બંને સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.

અકસ્માતમાં ઇજા

મૂળ મહીસાગર જીલ્લાના રહેવાસી જયંતિભાઈ માનસિંગભાઈ (37) નામનો યુવાન માળિયા તાલુકાના સરવડ ગામથી બાઇક લઈ નીકળ્યો હતો અને ખાખરાળા ગામ નજીકથી પસાર થઈ રહ્યો હતો દરમિયાન તેના બાઈકની આડે ઢોર ઉતરતા અકસ્માત થયો હતો જે બનાવમાં ઈજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.

મહિલા સારવારમાં

મોરબી નજીકના ગાળા ગામ પાસે આવેલા સિરામિક કારખાનામાં રહેતા સોલતીબેન મુકેન્દ્રભાઈ ગુપ્તા (28) નામની મહિલા બાઇકમાં પાછળ બેસીને રંગપર અને અણીયારી ગામના રસ્તા ઉપરથી પસાર થઈ હતી ત્યારે સાપર ગામ પાસે બાઈકમાંથી પડી જવાના કારણે તે મહિલાને ઇજા થતાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે.






Latest News