મોરબીના ગુંગણ ગામ નજીક બાઈક જેસીબી સાથે અથડાતા યુવાનનું મોત મોરબીના ગ્રીન ચોકમાં તાજીયાની ધમાલ લેતી વખતે છરી છાતીમાં ઘુસી જતા અબ્દુલશાને ગંભીર ઈજા, પ્રૌઢ રાજકોટ સિવિલમાં સારવાર હેઠળ  માળીયા મીયાણાના ઘાટીલા ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવતીનું સારવાર દરમિયાન મોત વાંકાનેરના રાતાવીરડા ગામની સીમમાં કારખાનામાં રહેતા ભાભી કેન્ટીનમાંથી જમવાનું લાવેલ ન હોય લાગી આવતા ગળાફાંસો ખાઈને યુવાને કર્યો આપઘાત ટંકારાના ઘૂનડા (સ) ગામે રહેતી પરણીતા રિસામણે બેઠેલ હોય સાળાએ બનેવીને ફોન ઉપર અને છરી બતાવીને આપી જાનથી મારી નાખવાની ધમકી ટંકારાના મીતાણા ગામ પાસે કાર ચાલકે ઉડાવતા પોતાના ખેતરના શેઢે ઊભેલા યુવાનનું મોત મોરબીના લાલપર ગામે ઇશાન કોમ્પ્લેક્ષમાં જુગાર રમતા પાંચ પકડાયા: 1 લાખથી વધુની રોકડ કબજે મોરબીમાં વધુ એક હત્યા : રંગપર નજીક મહિલાનું મર્ડર, છ માસના ટૂંકા ગાળામાં ૧૨ જેટલી હત્યાથી ભયનો માહોલ
Breaking news
Morbi Today

મોરબીમાં દારૂની બે રેડ, 72 બોટલ દારૂ કબ્જે: માળીયા (મી)માં દેશી દારૂની ભઠ્ઠીમાંથી 1,100 લિટર આથો ઝડપાયો


SHARE









મોરબીમાં દારૂની બે રેડ, 72 બોટલ દારૂ કબ્જે: માળીયા (મી)માં દેશી દારૂની ભઠ્ઠીમાંથી 1,100 લિટર આથો ઝડપાયો

મોરબી શહેરના વીસીપરા વિસ્તાર તથા સનાળા ગામ પાસે આવેલ ગોકુલનગરમાં જુદાજુદા બે રહેણાંક મકાનમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને દારૂની 72 બોટલ મળી આવી હતી આવી જ રીતે માળીયા (મિ)ના કોબાવાંઢ વિસ્તારમાં નદીના કાંઠે દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1100 લીટર આથો મળી આવ્યો હતો જેથી કરીને પોલીસે દારૂના ગુના સ્થાનિક પોલીસ સ્ટેશનમાં નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી

મોરબીના વીસીપરા વિસ્તારની અંદર આવેલ વિજયનગર રોડ ઉપર શેરી નં-2 માં રહેતા અસ્પાક ઇર્ફ ઇતો માણેકના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવા અંગેની એલસીબીની ટીમને હકીકત મળી હતી તેના આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે રહેણાંક મકાનમાંથી દારૂની કુલ મળીને 60 બોટલ મળી આવી હતી જેથી કરીને પોલીસે 84 હજાર રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે આરોપી હાજર ન હોવાથી હાલમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે અસ્પાક ઉર્ફે ઈતો ઈસ્માઈલભાઈ માણેક રહે. વીસીપરા વિજયનગર રોડ શેરી નં-2 મોરબી વાળાની સામે ગુનો નોંધીને પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મોરબી નજીકના સનાડા ગામ પાસે આવેલ ગોકુલનગર શેરી નં-7 માં રહેતા હિમાલય ઉર્ફે લાલો નકુમના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની ચોક્કસ હકીકત મળી હતી જેના આધારે સ્થાનિક પોલીસ દ્વારા ત્યાં દારૂની રેડ કરવામાં આવતા સ્થળ ઉપરથી દારૂની બાર બોટલ મળી આવતા પોલીસે 3,600 રૂપિયાની કિંમતનો દારૂનો જથ્થો કબ્જે કર્યો હતો અને આરોપી હિમાલય ઉર્ફે લાલો જગદીશભાઈ નકુમ (26) રહે. ગોકુલનગર શેરી નં-7 રામજી મંદિર પાસે સનાળા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી)માં આવેલ કોબાવાંઢ દોસમામદ પીરની દરગાહ પાછળ નદીના કાંઠે દેશી દારૂની ભઠ્ઠી ચાલુ હોવાની હકીકત આધારે પોલીસે ત્યાં દારૂની રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી દેશી દારૂ બનાવવા માટે ઉપયોગમાં લેવામાં આવતો 1,100 લીટર આથો મળી આવ્યો હતો જેથી પોલીસે 27,500 ની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો હતો અને સ્થળ ઉપરથી આરોપી સલીમ ઈકબાલભાઈ જામ (20) રહે કોબા વાંઢ માળીયા મીયાણા વાળાની ધરપકડ કરી હતી અને તેની પ્રાથમિક પૂછપરછ દરમિયાન જાકીર ઉર્ફે જાકલો અકબરભાઈ માલાણી રહે. માલાણી શેરી માળીયા મીયાણા વાળાના કહેવાથી દેશી દારૂ બનાવવા માટેની ભઠ્ઠી ચલાવતો હોવાનું સામે આવ્યું છે જેથી બંને સામે માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે બીજા આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News