મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

વિસાવદર વાળી કરવાની ધમકી સાથે પ્રાથમિક સુવિધા માટે હવે મોરબીના પંચાસર રોડના લોકોએ કર્યો ચક્કાજામ: સંતોષકારક જવાન ન મળતા રોષ સાતમા આસમાને


SHARE







વિસાવદર વાળી કરવાની ધમકી સાથે પ્રાથમિક સુવિધા માટે હવે મોરબીના પંચાસર રોડના લોકોએ કર્યો ચક્કાજામ: સંતોષકારક જવાન ન મળતા રોષ સાતમા આસમાને

મોરબીના પંચાસર રોડ ઉપર છેલ્લા ઘણા સમયથી રોડ બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેમ છતાં પણ ઘણા બધા પ્રશ્નો છે જેનું નિવારણ આવતું નથી જેમાં ખાસ કરીને વરસાદી પાણીનો નિકાલમ સ્ટ્રીટ લાઇટ સહિતના જે પ્રશ્નો છે તે ઉકેલતા નથી જેથી લોકો રોષે ભરાયેલ હતા મોરબીની પંચાસર ચોકડી પાસે લોકોએ રોડને ચક્કાજામ કર્યો હતો અને કલાકો સુધી રસ્તો બંધ રહ્યો હોવાના કારણે બંને બાજુએ વાહનોના થપ્પા લાગી ગયા હતા. અને મોડી સાંજ લોકોના પ્રશ્નો માટે સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી કાફલો મનપા કચેરીએ પહોચ્યો હતો.

મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા ચિત્રકૂટ સોસાયટીના લોકોએ બે દિવસ પહેલા સોશિયલ મીડિયામાં વિડીયો મૂકીને સારી પ્રાથમિક સુવિધા ન મળે તો વિસાવદર વાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી અને ત્યાર બાદ બીજા દિવસે મોરબીના કન્યા છાત્રાલય રોડ અને નાની કેનાલ રોડ ઉપરના લોકો દ્વારા પ્રથમ પોતાના વિસ્તારમાં રોડ જામ કર્યો હતો જો કે, અધિકારી નહીં આવતા રોષે ભરાયેલા લોકો પ્રાથમિક સુવિધાની માંગ સાથે મોરબીના સનાળા રોડ ઉપર પહોંચ્યા હતા અને ત્યાં લગભગ બે થી અઢી કલાક સુધી રસ્તો ચક્કાજામ કરી દીધો હતો. જેથી શહેરમાં ટ્રાફિક જામ થઈ ગયો હતો. જેથી કરીને રાતોરાત રોડને ચાલવા યોગ્ય બનાવવા માટેનું કામ શરૂ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ આજે સાંજે મોરબીના પંચાસર રોડ ઉપર રહેતા લોકો દ્વારા પંચાસર ચોકડી પાસે રોડને ચક્કાજામ કરી દેવામાં આવેલ હતો અને તેમની માંગણી હતી કે “મોરબીનો પંચાસર રોડ છેલ્લા ઘણા સમયથી બનાવવા માટેની કામગીરી ચાલી રહી છે તેમ છતાં પણ આજની તારીખે કામગીરી સો ટકા પૂર્ણ થઈ નથી ?, રોડની વચ્ચે ડિવાઈડરમાં સ્ટ્રીટ લાઇટો મૂકવામાં આવી નથી, વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થતો નથી આ સહિતની સમસ્યાઓને ઉકેલ માટે અગાઉ રાજકીય આગેવાનો, ધારાસભ્યને તેમજ જવાબદાર અધિકારીઓને રજૂઆતો કરી હતી તો પણ કોઈ કામ કરવામાં આવ્યું ન હતું જેથી ના છૂટકે લોકોએ આજે પંચાસર ચોકડીએ ચક્કાજામ કર્યો હતો.

જો કે, પ્રાથમિક સુવિધા ને લગતા પ્રશ્નો ઉકેલાય તેવી માંગ સાથે લોકોએ ચક્કાજામ કર્યો હતો ત્યાર મનપાના ડેપ્યુટી કમિશ્નર સંજય સોની ગયા હતા પરંતુ લોકોને સંતોષકારક જવાબ આપ્યા વગર જ ત્યાંથી જતાં રહ્યા હતા જેથી પ્રાથમિક સુવિધાની માંગ કરતાં લોકોને મોડી સાંજ સુધી રસ્તો ખુલ્લો કર્યો ન હતો અને જો તેઓના પ્રશ્નો હવે ઉકેલવામાં નહીં આવે તો આગામી સમયમાં આવનાર ચૂંટણીમાં વિસાવદર વાળી કરવાની ચીમકી ઉચ્ચારી હતી. અને લોકોને સંતોષકારક જવાબ મળ્યો ન હતો જેથી લોકો મનપાની કચેરીએ અધિકારીને રજૂઆત કરવા માટે આવ્યા હતા અને રસ્તો ખુલ્લો કર્યો હતો

વધુમાં લોકોએ એવું કહ્યું હતું કે, જ્યારે જ્યારે કોઈ આંદોલન કરવામાં આવે રોડને ચક્કજામ કરવામાં આવે ત્યારે તંત્રના અધિકારીઓ તાત્કાલિક દોડી આવે અને પ્રશ્નો ઉકેલવાની ખાતરી આપે છે તો શું લોકો જ્યારે ચક્કાજામ કરે ત્યારે જ તંત્રને ખબર પડે છે કે આ વિસ્તારમાં સમસ્યા છે ? રજૂઆતો કરે ત્યારે શા માટે ધ્યાનમાં નથી ? લોકોને શું પ્રાથમિક સુવિધાઓ માટે પણ આંદોલન કરવા પડશે આવા અનેક સવાલ આ વિસ્તારના લોકોએ હાલમાં ઉઠાવી રહ્યા છે.






Latest News