મોરબી શહેરમાં આવેલ જીલ્લા પંચાયત હસ્તકની પ્રથામિક શાળાઓ મહાપાલીકા હસ્તક લેવા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખની માંગ મોરબી જુના અમરાપર શાળામાં વિધાર્થીઓને સરગવાના વૃક્ષો આપી શાળા પ્રવેશ આપ્યો મોરબીના પીપળી ગામે બે કલાકમાં 155 વૃક્ષોનું રોપણ કરાયું મોરબીમાં પીજીવીસીએલ દ્વારા સલામતી સપ્તાહની ઉજવણી કરાશે માળિયા (મી)માં ધો. ૯ ના વિદ્યાર્થીઓના પ્રવેશ પ્રશ્ન બાબતે પાલિકા પ્રમુખની રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ફ્લાયઓવર બ્રિજની કામગીરીની મુલાકાત લેતા કલેક્ટર સ્વપ્નિલ ખરે જો 48 કલાકમાં મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનનો નિર્ણય ન આવે તો આંદરણા ગ્રામ પંચાયતની બોડી મૂકશે સામૂહિક રાજીનામુ ચોમાસુ ખેંચાતા ખેડૂતો ચિંતાતુર: હળવદના બ્રાહ્મણી 2 ડેમમાંથી સિંચાઈનું પાણી આપવા માટે 7 ગામના ખેડૂતોની માંગ
Breaking news
Morbi Today

મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત


SHARE









મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત

મોરબી વાંકાનેર હાઈવે રોડ પર આવેલ જાંબુડીયા ગામ પાસે નાયરાના પેટ્રોલ પંપ સામેથી બાઇક લઈને યુવાન પસાર થઈ રહ્યો હતો દરમિયાન બાઇકને ટ્રક ટ્રેલરના ચાલકે ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બનેલ હતો જેમાં યુવાનને હાથે, પગે અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈઓ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ટ્રક ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

મૂળ અમરેલી જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નાની વાવડી ગામે સિદ્ધિવિનાયક પાર્ક-માં રહેતા ઘનશ્યામભાઈ ભુપતભાઈ ચારોલીયા (27એ ટ્રક ટ્રેલર નંબર જીજે 12 બીઝેડ 2157 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ જાંબુડીયા ગામ પાસે નાયરાના પેટ્રોલ પંપની સામેના ભાગમાંથી તેના મોટાભાઈ ધર્મેશભાઈ ભુપતભાઈ ચારોલીયા (30) બાઈક નંબર જીજે 14 એક્યૂ 1616 લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેના બાઈકને ટ્રક ટ્રેલરના ચાલકે ઠોકર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને તે બનાવમાં ફરિયાદીના ભાઈને હાથે, પગે અને શરીરે ગંભીર ઇજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને અકસ્માત મૃત્યુના બનાવ સંદર્ભે મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરીયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે






Latest News