મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી


SHARE







મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ હરીપાર્ક સોસાયટીના મકાનમાં રહેતી મહિલાના ઘરમાં ઘરેણાંની ચોરી થયેલ હતી જે બાબતે તે મહિલાના પતિએ તેના ઉપર શંકા કરીને ગાળો આપી હતી ઢીકાપાટુનો મારમાર્યો હતો તથા સ્કૂટર લઈને નીકળી એટ્લે એસિડ નાખીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલાએ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ સામે ફરિયાદ નોંધાવતા પોલીસ આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ મૂળ પાટણ જિલ્લાના રહેવાસી અને હાલમાં મોરબીના નવલખી રોડ ઉપર આવેલ હરીપાર્ક સોસાયટીના મકાન નંબર 58 માં રહેતા જાગૃતીબેન જલાજીભાઈ ઠાકોર (35)એ મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોતાના પતિ જલાજીભાઈ કાનજીભાઈ ઠાકોર રહે. ગણેશપુરા તાલુકો હારીજ જીલ્લો પાટણ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેઓના રહેણાંક મકાનમાં ઘરેણાંની ચોરી થયેલ હતી જે બાબતે તેના પતિએ તેના ઉપર શંકા કરી હતી અને ત્યારબાદ તેને ગાળો આપીને ઢીકાપાટુનો મારમાર્યો હતો અને સ્કૂટર લઈને નીકળી એટલે એસિડ નાખીને મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા મોરબી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે મહિલાના પતિ સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવી શરૂ કરેલ છે.






Latest News