મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર


SHARE







મોરબી તાલુકામાં ગાંજાના જથ્થા સાથે પકડાયેલ આરોપીના રેગ્યુલર જામીન મંજૂર

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ એન.ડી.પી.એસ. ના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન માટે અરજી કરવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ અને રજૂ કરેલ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાના જામીન મંજૂર કરેલ છે.

આ કેસની વકીલ પાસેથી મળેલ માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસે ૧ કીલો ૨૬૭ ગ્રામનો માદક પદાર્થ ગાંજા સાથે આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાને પકડીને એન.ડી.પી.એસ. એકટની જુદીજુદી કલમ હેઠળ તેની સામે ગુનો નોંધવામાં આવેલ હતો અને તેને જેલ હવાલે કર્યો હતો ત્યારે બાદ મોરબીના સીનીયર એડવોકેટ મનીપ પી. ઓઝા (ગોપાલ ઓઝા) મારફત મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ સાહેબની કોર્ટમાં રેગ્યુલર જામીન પર મુક્ત થવા જામીન અરજી કરી હતી જેમાં વકીલ મનિ પી .ઓઝાએ સુપ્રીમ તથા હાઈકોર્ટના ચુકાદાઓ રજુ કર્યા હતા અને ધારદાર દલીલ કરી હતી જેને ધ્યાને લઈ મોરબી જીલ્લાના સ્પે. જજ (એન.ડી.પી.એસ) તથા સેશન્સ જજ કે.આર. પંડયા સાહેબ દ્વારા આરોપી અકીલ ઉર્ફે અલ્ફેઝ અલીમામદભાઈ માણેકીયાના ૧૫,૦૦૦  ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે મનિષ પી. ઓઝા તથા કુ. મેનાઝ એ. પરમાર રોકાયેલા હતા.






Latest News