મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા


SHARE







ભરોસો નહીં કે..: મોરબીના SP વારંવાર DYSP ને સોંપેલી તપાસ આંચકી કેમ લે છે !?, પોલીસ બેડા-રાજકીય વર્તુળોમાં ગરમા ગરમ ચર્ચા

મોરબી જીલ્લામાં જ નહીં સમગ્ર રાજ્યમાં છેલ્લા ઘણા મહિનાઓથી મોરબીનું 602 જમીન કૌભાંડ અને માળીયા મિયાણા તાલુકાનું બોગસ ખેડૂત ખાતેદાર કૌભાંડ ચર્ચાનો વિષય બનેલ છે અને આ બંને કૌભાંડમાં આરોપીઓ પકડવાની અણી ઉપર હોય છે ત્યારે જ અચાનક તપાસનીસ અધિકારી પાસેથી તપાસ આંચકી લઈને બીજા અધિકારીને તપાસ સોંપી દેવામાં આવે છે જેથી કરીને કૌભાંડીઓને છાવરવા માટે કોને રસ છે તે મુદો હવે જીલ્લામાં ચર્ચાનો વિષય બનેલ છે અને આ બંને કૌભાંડમાં આગામી સમયમાં મોટા ધડાકા થાય અને લોકોની કલ્પના બહારના પરિણામ આવે તેવી ચર્ચાએ હાલમાં જોર પકડ્યું છે પરંતુ મોરબીના એસપી દ્વારા મોરબીના ડીવાયએસપીને સોંપવામાં આવેલ બંને ચર્ચાસ્પદ કૌભાંડની તપાસમાં કેમ આટલો બધો રસ લેવામાં આવી રહ્યો છે તેની જો તપાસ કરવામાં આવે તો જ દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે તેવું ચર્ચાઇ રહ્યું છે.

મોરબી શહેરમાં કરોડો રૂપિયાની કિંમતી જમીનનું ખોટા મરણના દાખલા, ખોટો વરસાઈ આંબો અને ખોટા આધાર પુરાવા ઊભા કરીને કૌભાંડ કરવામાં આવ્યું હતું તેની ફરિયાદ માર્ચ 2025 માં લેવામાં આવી હતી જો કે, જે તે સમયે એક અશિક્ષિત મહિલા અને એક સરપંચ સામે ગુનો નોંધવામાં આવેલ હતો પરંતુ ભોગ બનેલ ખેડૂતના કહેવા મુજબ ફરિયાદ લેવામાં આવી ન હતી જેથી બીજા જ દિવસે અધિકારીઓએ આરોપીઓને છાવરી રહ્યા છે તેવો આક્ષેપ કરીને લેવામાં આવેલ ફરિયાદની સામે અસંતોષ વ્યક્ત કર્યો હતો આટલું જ નહીં ત્યારે ભોગ બનેલા ખેડૂતે મોરબીના પોલીસ અધિક્ષકની ભૂમિકા સામે પણ સવાલો ઊભા કર્યા હતા.

કેમ કે, ગત જાન્યુઆરી મહિનાથી સ્થાનિક લેવલે અરજીઓ કરી હતી પરંતુ તેઓને કોઈ સાંભળતું ન હતું જેથી કરીને મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સુધી રજૂઆતો કરેલ હતી જેથી તેઓની અરજીની તપાસ કરવામાં આવી રહી હતી અને અરજીની તપાસ ત્યારે મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા કરી રહ્યા હતા અને ગુનો દાખલ કરવામાં આવે તે પહેલા તેઓની પાસેથી કોઈ પણ કારણો વગર તપાસ આંચકી લેવામાં આવી હતી અને તે તપાસ ગત તા.14/2/25 ના રોજ જીલ્લામાં ત્યારે નવા આવેલા ડીવાયએસપીને આપી દેવામાં આવી હતી. જેથી આ કૌભાંડને છાવરવામાં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકની ભૂમિકા શંકાસ્પદ હોવાનો આક્ષેપ ત્યારે ફરિયાદીએ કરેલ રજૂઆતમાં કર્યો હતો.

આટલું જ નહીં મોરબી જિલ્લા પોલીસ અધિક્ષકના તાબા નીચે તટસ્થ તપાસ થશે તેવો તેમને વિશ્વાસ ન હતો જેથી ઉચ્ચકક્ષાએ રજૂઆત કરેલ હતી જેથી આ ચકચારી કૌભાંડની તપાસ રાજય પોલીસ વડાના વડપણ હેઠળ આવતા સીઆઇડી ક્રાઇમને સોંપવામાં આવેલ છે અને તપાસ ચાલી રહી છે જો કે, હજુ સુધી આ ગુનામાં એક પણ આરોપી પકડાયેલ નથી. દરમ્યાન મોરબી કલેકટરના આદેશથી તલાટિ મંત્રી દ્વારા માળીયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બોગસ ખેડૂત ખાતેદાર બનાવવા માટે બોગસ આધાર પુરાવા ઊભા કર્યા હોવાની ફરિયાદ નોંધાવેલ હતી જેની તપાસ મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલાને સોંપી હતી અને તપાસ ચાલી રહી હતી તેવામાં જેની જમીન છે તે ખેડૂતે મોરબીની કોર્ટમાં આગોતરા જામીન માટે અરજી કરી હતી જેમાં સરકારી વકીલની સાથે ડીવાયએસપી પી.એ.ઝાલાએ પણ મજબૂત દલીલ કરી હતી જેથી કરીને આરોપીની આગોતરા જામીન અરજીને કોર્ટે નામંજૂર કરી હતી

આ કેસની તપાસ દરમ્યાન બોગસ સોગંદનામાબોગસ વારસાઈ આંબો બનાવવા માટે જે લોકોની મદદ લેવામાં આવી હતી તેમાંથી ઘણાના કોર્ટ સમક્ષ પોલીસે નિવેદન પણ લઈને કેસને વધુ મજબૂત બનેલ છે. અને ખેતીની જમીનમાં પોતાની દીકરી ન હોવા છતાં પણ દીકરી તરીકે દર્શાવીને મહિલાને ખેડૂત ખાતેદાર બનાવનાર સહિતના આરોપીઓની ધરપકડના એંધાણ હતા તેવામાં મોરબીના ડીવાયએસપી પી.એ.ઝાલા પાસેથી અચાનક જ માળીયા (મી)ના ચકચારી બોગસ ખાતેદાર કૌભાંડની તપાસ આંચકી લઈને ડીવાયએસપી સમીર સારડાને સોંપી દીધી છે. જેથી કરીને વારંવાર ડીવાયએસપી પી.એ.ઝાલાને સોપાયેલ બંને ચકચારી કૌભાંડની તપાસો એસપી દ્વારા કેમ આંચકી લેવામાં આવે છે તેની ચર્ચા હાલમાં પોલીસ બેડામાં અને રાજકીય વર્તુળોમાં થઈ રહી છે તેવા સમયે જો ઉચ્ચકક્ષાએથી આ અંગેની તપાસ કરવામાં આવે તેવો કઈક નવો ફણગો ફૂટે તેવી શક્યતા સેવાઇ રહી છે.






Latest News