મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા


SHARE







ગૌરક્ષકો ઉપર હુમલનો મામલો: મોરબીના ખાટકીવાસમાં બનેલ બનાવમાં બંને પક્ષના પાંચ-પાંચ આરોપીને પકડાયા

મોરબીના ખાટકીવાસમાં ગૌરક્ષકો ઉપર રવિવારે બપોરના સમયે હુમલો કરવામાં આવ્યો હતો ત્યાર બાદ ખાટકીવાસમાં પાસે હોબાળો પણ કર્યો હતો જે બનાવ સંદર્ભે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બંને પક્ષેથી સામસામી ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે બંને ગુનાના બંને પક્ષના પાંચ પાંચ શખ્સોને પકડીને પોલીસે આગળની કાર્યવાહી કરી હતી.

કચ્છ જિલ્લામાંથી ગૌવંશોને મોરબીના કતલખાને લઈને આવે છે તેવી બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી બોલેરો ગાડીનો પીછો કરીને ગૌરક્ષકો મોરબીના ખાટકીવાસમાં ગયા હતા ત્યાં તેઓની ઉપર હુમલો કર્યો હતો. જેથી ગૌરક્ષકોના વ્હોટ્સએપ ગ્રૂપમાં મેસેજ કરવામાં આવ્યો હતો. માટે અનય ગૌરક્ષકો ત્યાં આવ્યા હતા ત્યારે થયેલ મારા મારીના બનાવમાં કૌશિકભાઈ જગદીશભાઈ નિમાવત, સાગર કાંતિભાઈ પલાણ, મહેબુબભાઇ સુમરા અને દિનેશભાઈ લોરીયાને ઇજા થયેલ હતી જેથી તેને મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને ગયા હતા અને ત્યાર બાદ લાલજીભાઈ ઉર્ફે કૌશિક જગદીશભાઈ નિમાવત (34)એ મોરબી એ ડિવિઝન ખાતે બે મહિલ સહિત કુલ મળીને 25 થી વધુ લોકોની સામે ફરિયાદ નોંધાવેલ હતી જે ગુનામાં ઝાકીર હુસેન અન્સારી, ઈસુ મુસા કટારીયા, સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ અને સિકંદર રજાકભાઈ કટારીયાની ધરપકડ કરેલ છે જયારે સમાપક્ષેથી સબીરભાઈ અબ્બાસભાઈ તરકબાણ (28) વાળાએ પાંચ શખ્સોની સામે ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે મહેબુબ સુલેમાન સુમરા, સાગર કાંતિલાલ પલાણ, રવિ હિતેન્દ્રભાઈ પલાણ, કૌશિક ઉર્ફે લાલો જગદીશભાઈ નિમાવત અને દિનેશભાઈ રામજીભાઈ લોરીયાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી. ઉલેખનીય છેકે, કચ્છથી આવેલ બોલેરો ગાડી નંબર જીજે 12 બીઝેડ 8346 માં ગૌમાંસ હોવાની બાતમી ગૌરક્ષકોને મળી હતી જેથી મોરબીના ખાટકીવાસ ગૌરક્ષકો બોલેરો ગાડીની પાછળ ગયા હતા અને ગાડી ચેક કરવા માટે કહ્યું હતું જેથી કરીને ગઇકાલે બપોરે મામલો બીચક્યો હતો.






Latest News