મોરબીના જમના એપાર્ટમેન્ટમાં ગળાફાંસો ખાઇને વૃદ્ધે કર્યો આપઘાત: શક્તિનગર સોસાયટીમાં રહેતા આધેડનું હાર્ટ એટેકથી મોત મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ
Breaking news
Morbi Today

કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન


SHARE







કચ્છ સાંસદ આયોજીત ક્રિકેટ ડે નાઇટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઇન્ડીયામાં સ્થાન

કચ્છ લોકસભા તથા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ-ભુજ દ્વારા આયોજીત ઓપન કચ્છ ડે-નાઇટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન -૩ ને વર્લ્ડ ઈન્ડીયામાં સ્થાન  મળ્યું છે.તે બદલ સાંસદ વિનોદભાઇ ચાવડાને મિલનભાઇ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા રેકોર્ડ સર્ટીફીકેટ અર્પણ કરવામાં આવ્યું હતું.

કચ્છ લોક સભા તથા સમાજ નવનિર્માણ ભુજ દ્વારા આયોજિત ઓપન ડે નાઇટ “સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩ જે ભુજના જયુબિલી ગ્રાઉન્ડ મધ્યે તા।૬-૩-૨૫ થી ૨૨-૬-૨૫ ટોટલ ૧૦૮ દિવસ રમાયેલ મેચોમાં ટોટલ ૬૦૦+ ટીમોમાં ૮૮૨૦ જેટલા ટોટલ
ખેલાડીઓએ રસ પૂર્વક ભાગ લીધો હતો.વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયાના પ્રતિનિધિ મિલનભાઈ સોની અને દેવ્યાનીબેન સોની દ્વારા નિરીક્ષણ કરી વિગતો મેળવી પ્રમાણીત કરી સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટ સીઝન-૩ ને વર્લ્ડ રેકોર્ડસ ઈન્ડિયા બુકમાં સ્થાન મળ્યું છે. જે બદલ ભાગ લેનાર ખેલાડીઓ, સહ કાર્યકરો, સ્વયં સેવકો સૌનો સાંસદ  વિનોદભાઇ ચાવડાએ આભાર વ્યક્ત કર્યો હતો.તેમજ વર્લ્ડ રેકોર્ડસ બનતા આનંદ વ્યક્ત કર્યો હતો.






Latest News