મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

ભારત દેશેને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવા માટે છેક સુધી લડી લેવું: ડી.જી.વણઝારા


SHARE







મોરબીના રામધન આશ્રમ ખાતે ડી.જી.વણઝારાની હાજરીમાં ધર્મસભા યોજાઇ

મોરબી નજીકના મહેન્દ્રનગર પાસે આવેલા રામધન આશ્રમ ખાતે ગુરવંદના મંચના નેજા હેઠળ ધર્મસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાષ્ટ્ર મંચ ગુજરાતના પ્રમુખ ડી.જી.વણઝારા સહિતના હાજર રહ્યા હતા અને દેશમાં સરહદો પર નહિ પરંતુ લોકોના મગજ અને શેરીગલીમાં યુધ્ધો થતા હોવાનું કહીને ભારત દેશેને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવા માટે છેક સુધી લડી લેવાનો નિર્ધાર કર્યો હતો.

મોરબી નજીકના રામધન આશ્રમ ખાતે ધર્મસભા યોજાઇ હતી જેમાં કબીર આશ્રમના મહંત અને રાજ્યના ગુરુવંદના મંચના મહામંત્રી શિવરામદાસ બાપુ, રામેશ્વરદાસ હરિયાણી, ગુરુવંદના મંચના મોરબી જિલ્લાના પ્રમુખ અને હળવદના પીપળીધામના મહંત દલસુખ મહારાજ, ઉપપ્રમુખ અને બગથળાના નંકલકધમના મહંત દામજી ભગત અને રાષ્ટ્ર મંચ ગુજરાતના પ્રમુખ ડી.જી.વણઝારા સહિતના આગેવાનો હાજર હતા આ ધર્મસભામાં શિવરામ બાપુએ કહ્યું હતું કે, દેશમાં આદિ અનાદિ કાળથી રાજ્ય સત્તાની સાથે ધર્મ સત્તાની પરંપરા છે ત્યારે તમામ સંતોને એક નેજા હેઠળ આવીને તે દિશામાં આગળ વધવા માટે આહ્વાન કર્યું હતું અને આગામી ૨૩ તારીખે અમદાવાદમાં ૧૭૦૦  સંતોની હાજરીમાં સામેલન યોજવાનું છે ઠેબું જણાવ્યુ હતું તો ડી.જી.વણઝારાએ કહ્યું હતું કે, રાજસત્તાએ તામસી વૃત્તિનું સ્થાન છે. અને ધર્મસતાએ સાત્વિક વૃત્તિનું સ્થાન છે આગામી દિવસોમાં ભારત દેશને હિન્દૂ રાષ્ટ્ર જાહેર કરવામાં આવે તે માટે લડત ચલાવવા આહ્વાન કર્યું હતું 






Latest News