મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી


SHARE







મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી રચના કરવા ધારાસભ્યએ કરેલી રજૂઆત ફળી

મોરબી શહેર અને આસપાસના ગામનો આયોજન પૂર્વકનો વિકાસ થાય તેના મોરબી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવા માટે મોરબીના ધારાસભ્ય દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાને રાખીને સરકારે અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરેલ છે જેથી મોરબી અને આસપાસના ગામને આગામી સમયમાં ખુબજ લાભ મળશે.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ગત એપ્રિલ માહિનામાં રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને મોરબી શહેર અને આસપાસના સુનિયોજીત વિકાસ માટે મનપામાં આવેલ ગામડા અને આજુબાજુના ગામનો સમાવેશ કરીને મોરબી અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવે તે જરૂરી છે. જે રજૂઆતને ધ્યાને લઈને સરકારે મોરબી-વાંકાનેર અર્બન ડેવલોપમેન્ટ ઓથોરિટીની રચના કરી છે. અને ગુજરાત સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા ગત 23 જૂનના રોજ તે અંગેનું નોટિફિકેશન પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે અને આ મોરબી-વાંકાનેર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના થવાથી મોરબી અને આજુબાજુના ગામોમાં આગામી દિવસોમાં ખુબજ વિકાસ થશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી.






Latest News