મોરબી વોર્ડ નં. 9 માં મહાપાલિકાના કોર્પોરેટર ભગવતીબેન કુંડારિયા દ્વારા નાના વેપારીઓને છત્રીનું વિતરણ કરાયું મોરબીમાં ૧.૯૮ લાખના મુદામાલની ચોરીમાં વધુ એકની ધરપકડ મોરબી : મુસ્કાન વેલફેર સોસાયટી બની સહારો, લકવાગ્રસ્ત બહેનને વ્હીલ ચેરની ભેટ મોરબીમાં બંધ પડેલ 300 જેટલા સિરામિક કારખાનના બાંધકામ જંત્રી દરની વિસંગતતા દૂર થવાની આશા ઉપર સરકારના એક પત્રથી પાણી ફરી વળ્યું ! મોરબી જિલ્લા સેવા સદનના તમામ દરવાજા ખોલવામાં ન આવે તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલનની સિનિયર સીટીઝને ઉચ્ચારી ચીમકી ધારાસભ્યની સફળ રજૂઆત: વાંકાનેરના આઈટીઆઈમાં મહિલા માટે વિવિધ 4 કોર્સ શરૂ કરાયા વાંકાનેર યાર્ડમાં આવતા ખેડૂતો-કામદારોને અકસ્માત મૂત્યુ સહાયનો લાભ આપવા યુવા ડિરેક્ટરે કરી રજૂઆત હળવદ નજીકથી 35 પાડાને ભરેલ આઇસર સહિત 2.58 લાખનો મુદામાલ કબ્જે, અમદાવાદનાં બે શખ્સ સામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી


SHARE













મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનું આયોજન: માર્કશીટો મંગાવવામાં આવી

મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ જુલાઈ માસના છેલ્લા રવિવારે ૫૩ મો સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે અને આગામી તા. ૨૭/૭/૨૦૨પ ને રવિવારના રોજ કેશવ બેન્કવીટ હોલ લીલાપર રોડ ખાતે, વિદ્યાર્થી સરસ્વતી સમારોહ યોજાશે.

મોરબી જિલ્લા રાજપૂત સમાજના પ્રમુખ દશરથસિંહ યુ. ઝાલા અને મહામંત્રી મહાવિરસિંહ એન. જાડેજાએ માહિતી આપતા જણાવ્યુ હતું કે, ધો. ૫ થી લઈને કોલેજ કક્ષા સુધીના ઉચ્ચતમ ગુણ પ્રાપ્ત કરેલ સમાજના ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોને સન્માનીત કરીને દર વર્ષે પુરસ્કાર આપવામાં આવે છે તેવી જ રીતે આ વર્ષે પણ વિદ્યર્થીઓને સન્માનીત કરવાનું આયોજન કર્યું છે અને તેના માટે મોરબી જીલ્લામાં વસતા તમામ રાજપૂત સમાજના વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ તેઓની માર્કશીટ આગામી તા. ૧૧/૦૭/૨૦૨પ ને શુક્રવાર સુધીમાં મહાવિરસિંહ જાડેજા ચાંદલી તલાશ, મોરબી-૨ (મો. ૯૮૭૯૪ ૦૦૦૭), હરદેવસિંહ જાડેજા ગુ.હા.બોર્ડ-મોરબી-૨ (મો. ૯૮૨૫૧ ૯૫૬૬૧), મહાવિરસિંહ જાડેજા શકિત કોર્પોરેશન, બોયઝ હાઈસ્કુલ પાસે મોરબી (મો. ૯૯૨૫૦ ૨૦૨૪૯), જશવંતસિંહ ઝાલા સોમૈયા સોસાયટી વાવડી રોડ, મોરબી (મો. ૯૦૩૩૬ ૦૦૩૦૩), રાજભા સોઢા ગુ.હા.બોર્ડ, શનાળા રોડ, મોરબી-ર (મો. ૯૮૨૫૬ ૭૩૯૩૬)ને પહોંચતી કરવા જણાવ્યુ છે અને ત્યારબાદ કોઈ જ માર્કશીટ સ્વીકારવામાં આવશે નહી. તેવું આયોજકોએ જણાવ્યુ છે.






Latest News