મોરબીમાં ગેરકાયદે કતલખાના તથા નોનવેજનું વેચાણ બંધ કરાવવા 52 કોર્પોરેટરની સહી સાથે હિન્દુ સંગઠનો સંમતિ, હવે પગલે ન લેવાય તો વિરોધ પ્રદર્શન સાથે પૂતળા દહનની ચીમકી મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું


SHARE







મોરબીમાં શનાળા રોડે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરી ટીશર્ટ ફાડી નાખ્યું

મોરબીના શનાળા રોડ ઉપર આવેલ સરદારબાગ પાસે ટ્રાફિક બિગેડના જવાન સાથે કોઈ કારણસર માથાકૂટ કરવામાં આવી હતી અને તેની સાથે જપાજપી કરીને તેનું ટીશર્ટ પણ ફાડી નાખવામાં આવ્યું હતું. જે બનાવનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયેલ છે અને જે શખ્સ દ્વારા ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે માથાકૂટ કરવામાં આવી હતી તેને પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યો હોવાનું સ્થાનિક લોકો પાસેથી જાણવા મળેલ છે.

આજે બપોરના 12:00 વાગ્યાના અરસામાં મોરબીના શનાળા રોડ ઉપર સરદારબાગ પાસે ટ્રાફિક બ્રિગેડના જવાન તરીકે ફરજ બજાવતા યુવાન સાથે બોલાચાલી કરવામાં આવી હતી ત્યારબાદ તેની સાથે માથાકૂટ કરીને ઝપાઝપી કરવામાં આવી હતી અને ટ્રાફિક બ્રિગેડના જવાનનું ટીશર્ટને પણ ફાડી નાખવામાં આવ્યું હતું જોકે આ સમગ્ર ઘટના ત્યાંથી પસાર થઈ રહેલા લોકો દ્વારા પોતાના મોબાઈલ ફોનમાં રેકોર્ડ કરવામાં આવી હતી અને તે વિડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જોકે ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે કયા કારણોસર માથાકૂટ અને ઝપાઝપી કરી હતી તે અંગે હજુ કોઈ સ્પષ્ટતા થયેલ નથી પરંતુ ટ્રાફિક બ્રિગેડના જવાનને મારમારીને તેના કપડા ફાડી નાખનાર શખ્સને ટ્રાફિક પોઇન્ટ ઉપર ફરજ બજાવતા પોલીસ કર્મચારી દ્વારા હાલમાં મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવેલ છે






Latest News