મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયા


SHARE







મોરબી જીલ્લામાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયા

મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકા અને માળીયા (મિં) તાલુકા વિસ્તારમાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સની પાસા દરખાસ્ત મંજૂર કરવામાં આવી હતી જેથી તે બંને પકડીને પોલીસે હાલમાં લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.

વાંકાનેરના ડીવાયએસપી એસ.એચ.સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર તાલુકા વિસ્તારમાં અગાઉ ઇંગ્લીશ દારૂના ગુન્હાઓમાં પકડાયેલ શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયાની પાસા માટેની દરખાસ્ત મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવેલ હતી જેથી તેને શોધતા હતા તેવામાં રામભાઈ મંઢ, ક્રીપાલસિંહ ચાવડા તથા સામતભાઈ છુછીયાને ખાનગી બાતમી મળી હતી કે  શાહીદ ઉર્ફે ચકો તેના રહેણાક મકાને મોરબી છે જેથી ત્યાં જઈને તેને પકડીને વોરંટની બજવણી કરીને તેની અટકાયત કરી હતી અને આરોપી શાહીદ ઉર્ફે ચકો ઉમરભાઈ ચાનીયા (34) રહે. કાલીકા પ્લોટ, શીવ સોસાયટી, વજેપર મેન રોડ મોરબી વાળાની ધરપકડ કરીને તેને લાજપોર જેલ સુરત ખાતે મોકલી આપવામાં આવેલ છે.

આવી રીતે માળીયા (મિં) પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના ગુનામાં અગાઉ પકડાયેલ દેવેંદ્ર ઉર્ફે દેવો કાપડી વાળાની સામે પાસા દરખાસ્ત તૈયાર કરીને જીલ્લા મેજિસ્ટ્રેટ સમક્ષ મૂકવામાં આવી હતી જેના મંજૂર કરવામાં આવતા એલસીબીના પીઆઇ એમ.પી.પંડયાની સૂચના મુજબ સ્ટાફે કામ કરીને આરોપી દેવેંદ્ર ઉર્ફે દેવો ખોડીદાસભાઇ કાપડી (34) રહે. હાલ આદીપુર રીલાયન્સ પેટ્રોલપંપની પાછળ મકાન નં-164 ગાંધીધામ મુળ રહે. યશોદાનગર નાની ચિરઇ તાલુકો ભચાઉ વાળાને પકડીને પાસા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે મોકલી આપેલ છે.






Latest News