મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી મોરબીની બી.એમ.મામુજી ૮૦ વર્ષ જૂની પેઢીનો પર્યાવરણપ્રેમ, લગભગ ૨૦ વર્ષથી પ્લાસ્ટિક ઝબલાઓનો સંપૂર્ણ ત્યાગ મોરબીમાં ભારતીય યુવા મંચ દ્વારા યુવા વક્તાઓ માટે ખાસ કાર્યક્રમ યોજાયો મોરબીમાં ભાડુઆત દંપતી સાથે માથાકૂટ કરીને ઘરધણી મહિલાને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરતાં ગુનો નોંધાયો મોરબીના શાપર ગામ નજીક રિવર્સમાં આવેલ ડમ્પરના ચાલકે માતાની નજર સામે 2 વર્ષના માસૂમ બાળકને કચડી નાખ્યો
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનની હત્યા કરનારા 7 આરોપીઓના રિમાન્ડ મંજૂર


SHARE







મોરબીમાં યુવાનની હત્યા કરનારા 7 આરોપીઓના રિમાન્ડ મંજૂર

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને સાત શખ્સો દ્વારા યુવાન ઉપર લાકડી, પાઇપ અને છરી વડે તૂટી પડ્યા હતા અને તેની હત્યા કરી નાખી હતી જેથી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને આ ગુનામાં પોલીસે 7 આરોપીને પકડીને કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવ્યા છે.

મોરબીના વજેપર શેરી નં.13 માં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા 7 શખ્સોની સામે દીકરીની હત્યાની ફરિયાદ કરી હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા ગિરીશ નારણભાઈ કંઝારિયા (27) ઉપર મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો અને લાકડી, પાઇપ અને પથ્થરના ઘા મારીને તેમજ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખેલ છે. વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હતો અને ફરિયાદીનો દીકરો તેને મદદ કરતો હોવાનો વહેમ રાખીને હાલના ફરિયાદીના દીકરા સામે વર્ષ 2017 માં પોલીસ ફરીયાદ કરેલ હતી થોડા દિવસ પહેલા આરોપી દિલીપ મહેશભાઈ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારામારી થયેલ હતી જેનો રાગદ્રેષ રાખીને આરોપીઓએ એકસંપ કરીને ફરીયાદીના દિકરા ગિરીશ અને સાહેદને ગાળો બોલી હતી અને ત્યાર બાદ દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા માર્યો હતો અને અન્ય આરોપીઓએ લાકડા ધોકા અને પાઈપથી તેમજ પથ્થરથી માર માર્યો હતો. જેથી ફરિયાદીના દીકરનું મોત નીપજયું હતું. આ ગુનામાં પોલીસે આરોપી દિલીપ મહેશભાઇ કણજારીયા, અરવિંદ ઉર્ફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉર્ફે પાંચાભાઇ ડાયાભાઈ પરમાર, દિનેશભાઇ ઉર્ફે જગદીશ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશભાઈ પરમાર રહે. બધા વજેપર મોરબી વાળાની ધરપકડ કરી હતી અને આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે તમામ આરોપીના પોણા બે દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા જેથી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.






Latest News