મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના મોટી બરાર ગામે ઝેરી દવા પી લેતા યુવાનનું મોત : સરતાનપર રોડે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE







માળીયા (મી)ના મોટી બરાર ગામે ઝેરી દવા પી યુવાનો આપઘાત: સરતાનપર રોડે કારખાનામાં ઈલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત

માળીયા મીયાણા તાલુકાના મોટી બરાર ગામે રહેતા યુવાને કોઈ કારણસર ઝેર દવા પી લેતા તેનું મોત.નીપજ્યું હતું જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં કામગીરી દરમિયાન ઈલેક્ટ્રીક શોટ લાગવાથી યુવાનનું મોત નીપજ્યું છે આ બંને બનાવની સ્થાનિક પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

માળીયા મીયાણા તાલુકાના જસાપર ગામે રહેતા વિપુલભાઈ વિનોદભાઈ ડાંગર (35) ગામના યુવાને કોઈ કારણોસર મોટી બરાર ગામની સીમમાં ઝેરી દવા પી લીધી હતી જેથી કરીને તે યુવાનનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને માળિયાની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે માળિયા તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આપઘાતના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે અને યુવાને કયા કારણોસર આપઘાત કર્યો છે તે દિશામાં આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

જ્યારે વાંકાનેર તાલુકાના સરતાનપર રોડ ઉપર આવેલ સેકોલ સીરામીક નામના કારખાનાના લેબર કવાર્ટરમાં રહેતા અને ત્યાં કામ કરતા રવિભાઈ ભીમજીભાઇ ઝાપડિયા (19) નામનો યુવાન કારખાનામાં ઈલેક્ટ્રીક કામ કરતો હતો તે દરમિયાન તેને ઇલેક્ટ્રીક શોટ લાગવાના કારણે યુવાનને તાત્કાલિક સારવાર માટે મોરબીના રફાળેશ્વર પાસે આવેલ એપેક્સ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા અને ત્યાં સારવાર દરમિયાન તે યુવાનાનુ મોત નીપજ્યું હતું જેથી કરીને વાંકાનેર તાલુકા પોલીસને બનાવની જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરી છે






Latest News