મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં મિત્રને પ્રેમ સબંધમાં મદદ કરતો હોવાનો વહેમ રાખીને યુવાનની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીઓની ધરપકડ


SHARE







મોરબીમાં મિત્રને પ્રેમ સબંધમાં મદદ કરતો હોવાનો વહેમ રાખીને યુવાનની નિર્મમ હત્યા કરવાના ગુનામાં 7 આરોપીઓની ધરપકડ

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને સાત શખ્સો દ્વારા યુવાન ઉપર લાકડી, પાઇપ અને છરી વડે તૂટી પડ્યા હતા અને તેની હત્યા કરી નાખી હતી જેથી કરીને મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે મૃતક યુવાનની માતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં તમામ સાત આરોપીની ધરપકડ કરીને તેના રિમાન્ડ લેવા માટે આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના વજેપર શેરી નં.13 માં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે થોડા દિવસ પહેલા દિલીપ મહેશભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઉફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશ ઉફે પાચો પરમાર રહે. તમામ મોરબી વાળાની સામે હત્યાની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યુ હતું કે, તેના દીકરા ગિરીશ નારણભાઈ કંઝારિયા (27) ઉપર મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો અને લાકડી, પાઇપ અને પથ્થરના ઘા મારીને તેમજ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખેલ છે.

વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હતો અને ફરિયાદીનો દીકરો તેને મદદ કરતો હોવાનો વહેમ રાખીને હાલના ફરિયાદીના દીકરા સામે વર્ષ 2017 માં પોલીસ ફરીયાદ કરેલ હતી થોડા દિવસ પહેલા આરોપી દિલીપ મહેશભાઈ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારામારી થયેલ હતી જેનો રાગદ્રેષ રાખીને આરોપીઓએ એકસંપ કરીને ફરીયાદીના દિકરા ગિરીશ અને સાહેદને ગાળો બોલી હતી અને ત્યાર બાદ દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા માર્યો હતો અને અન્ય આરોપીઓએ લાકડા ધોકા અને પાઈપથી તેમજ પથ્થરથી માર માર્યો હતો. જેથી ફરિયાદીના દીકરનું મોત નીપજયું હતું.

મોરબી તાલુકા પીઆઇ એસ.કે. ચારેલ અને તેની ટિમ દ્વારા આરોપીઓને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી તેવામાં તા.20/6 ના રાત્રીના સાડા આઠેક વાગ્યાના અરસામાં હત્યાના આ ગુનામાં આરોપી દિલીપ મહેશભાઇ કણજારીયા (37) રહે.વજેપર શેરી નંબર-22, અરવિંદ ઉર્ફે મુન્નો ડાયાભાઈ પરમાર (43), કિશન પ્રભુભાઈ પરમાર (23), પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર (45), મહેશ ઉર્ફે પાંચાભાઇ ડાયાભાઈ પરમાર (47), દિનેશભાઇ ઉર્ફે જગદીશ ડાયાભાઈ પરમાર (55) અને અમિત મહેશભાઈ પરમાર (24) રહે.બધા વજેપર શેરી નંબર-19 મોરબી વાળાઓની ધરપકડ કરવામાં આવેલ છે અને આરોપીના રિમાન્ડ લેવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.






Latest News