મોરબીમાં જુગારની બે રેડ: 10 શખ્સો 25,400 ની રોકડ સાથે પકડાયા
મોરબીના નવલખી રોડે બંધ ડમ્પર પાછળ છકડો રિક્ષા અથડાતાં યુવાનનું મોત
SHARE








મોરબીના નવલખી રોડે બંધ ડમ્પર પાછળ છકડો રિક્ષા અથડાતાં યુવાનનું મોત
મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા તથા લૂંટાવદર ગામની વચ્ચેના ભાગમાં ડમ્પર ચાલાકે પોતાનું ડમ્પર રોડ સાઈડમાં ઉભું રાખ્યું હતું જો કે કોઈપણ પ્રકારની આડસ રાખી ન હતી જેથી ડમ્પર પાછળ રીક્ષા અથડાઇ હતી જે બનાવમાં યુવાનને છાતી, માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હોવાથી તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ ડમ્પર ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના લીલાપર રોડ ઉપર જકાતનાકા પાસે રહેતા રવિભાઈ માનસંગભાઈ હળવદિયા (28)એ ડમ્પર નંબર જીજે 36 ટી 4700 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, મોરબીના નવલખી રોડ ઉપર આવેલ બરવાળા અને લૂંટાવદર ગામની વચ્ચેના ભાગમાં નાલા પાસે ડમ્પર ચાલકે પોતાનું ડમ્પર કોઈપણ પ્રકારની આડસ રાખ્યા વગર ઊભું રાખ્યું હતું દરમિયાન ફરિયાદીનો ભાઈ રાજુભાઈ માનસંગભાઈ હળવદિયા (30) ત્યાંથી છકડો રીક્ષા નંબર જીજે 3 એયું 5034 લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે ડમ્પરની પાછળના ભાગમાં છકડો રીક્ષા અથડાતા અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીના ભાઈને માથા, છાતી, વાંસા તથા શરીરે ગંભીર પ્રકારની ઈજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનના ભાઈએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ડમ્પર ચાલકની સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે
બાઇક સ્લીપ
મોરબીમાં માળિયા ફાટક પાસે આવેલ કાંતિનગરમાં રહેતા પરસોત્તમભાઈ રણછોડભાઈ બાબરીયા (67) નામના વૃદ્ધ બાઈક લઈને મંદિરે જતા હતા ત્યારે રસ્તામાં ઘર પાસે બાઈક સ્લીપ થવાના કારણે અકસ્માત થયો હતો જે બનાવમાં તેઓને ઈજા થઇ હોવાથી ઇજા પામેલા વૃદ્ધને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પીટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

