મોરબી નાગરિક સહકારી બેંકનું મંત્રી-સાંસદની હાજરીમાં રીનોવેશન કામ શરૂ કરાયું મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના હિતમાં મેયરને કરવામાં આવી રજૂઆત મોરબીના શૈક્ષિક મહાસંઘ દ્વારા વિર સાવરકર વિશે પ્રશ્ન પૂછવા બદલ શિક્ષકને સસ્પેન્ડ કરવાના વિરોધમાં કલેકટરને આવેદન અપાયું મોરબી જીલ્લામાં વિવિધ સંગઠનોના શ્રમિકોના પડતર પ્રશ્નો માટે ભારતીય મજબૂર સંઘ દ્વારા આવેદન અપાયું જીવા રાજી તો શિવ રાજી: મોરબીમાં શ્રાવણના પ્રથમ સોમવારે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાતું યંગ ઈન્ડિયા ગ્રૂપ મોરબીમાં નિર્શિવ ફાઉન્ડેશન અને ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા કવિ સંમેલન-કાવ્યલેખન સ્પર્ધાનું આયોજન ગુજરાત કેસરી સ્ટેટ પાવર લિફ્ટિંગ ચેમ્પિયનશિપ મોરબીની દીકરીએ મેળવ્યો બ્રોન્ઝ મેડલ મોરબીની પોલીસ લાઈન કન્યા પ્રાથમિક શાળામાં બાળ સંસદની ચૂંટણી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું


SHARE







મોરબી જીલ્લામાં વિવિધ સ્થળોએ સીસીટીવી કેમેરા મૂકવા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું

મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં સમાવિષ્ટ હાઇવેજાહેર માર્ગોએટીએમ સેન્ટર્સબેંકોમંદિરોપેટ્રોલ પંપસોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમબિગ બાઝાર જેવા શોપીંગ મોલમલ્ટીપ્લેક્ષ થીએટરએલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલિયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર વ્યક્તિની નિયુક્તિ કરવા અંગે તેમજ સીસીટીવી કેમેરા લગાવવા અંગે અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એસ.જે.ખાચર મોરબી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.

આ જાહેરનામામાં જણાવ્યા અનુસારમોરબી જિલ્લામાં સમાવિષ્ટ તમામ બેંકોતમામ એ.ટી.એમ. (A.T.M.) સેન્ટરોસોના-ચાંદી-ડાયમંડના કિંમતી ઝવેરાતના શો-રૂમ તથા બિગ બાઝાર જેવા શોપીંગ મોલમલ્ટીપ્લેક્ષ થીએટરએલ.પી.જી.-પેટ્રોલ-ડીઝલના પેટ્રોલીયમ કંપનીના સ્ટોરેજ ડેપોના પ્રવેશદ્વાર પર સિકયુરીટી મેનની ફરજ પર નિયુક્તિ કરવા અંગે તેમજ મુખ્ય પ્રવેશદ્વારો પર તથા બહાર નીકળવાના દ્વાર પર રોડ પરથી પ્રવેશ કરનાર અને બહાર નીકળનારના રોડ સુધીના રેકોર્ડીંગ સ્પષ્ટ રીતે પ્રાપ્ત થઈ શકે તે રીતે રીસેપ્શન કાઉન્ટરલોબીબેઝમેન્ટપાર્કિંગની જગ્યાઓજાહેર પ્રજા માટે જયાં પ્રવેશ હોય ત્યાં તમામ જગ્યાઓ આવરી લેવામાં આવે તેટલી સંખ્યામાં સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરવાની રહેશે.

મોરબી જિલ્લાના સમગ્ર વિસ્તારમાં આવેલી દરેક હોટલસિનેમાહોલમોટા મંદિરોસાયબર કાફેમાં સારી કવોલીટીના સી.સી.ટી.વી. કેમેરા લગાવવાના રહેશે. સી.સી.ટી.વી. કેમેરા સતત ૨૪ કલાક ચાલુ રહે તે જોવાની જવાબદારી જે-તે માલિકો/ વહીવટકર્તાઓની રહેશે. સી.સી.ટી.વી. કેમેરાની વ્યવસ્થા તમામ એકમોએ આગામી તા૫ સુધીમાં ઉભી કરવાની રહેશે અને સી.સી.ટી.વી. કેમેરાનું રેર્કોડીંગ ઓછામાં ઓછા ૩૦ દિવસ સુધી રાખવા માટે પણ આ જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે.

આ ઉપરાંત જિલ્લામાં નવા શરૂ થતાં એકમોએ ઉપરોક્ત વ્યવસ્થા કર્યા બાદ જ કામધંધો શરૂ કરવાનો રહેશે. આ જાહેરનામું આગામી તા. ૩૧/૮ સુધી અમલમાં રહેશે. ઉક્ત પ્રતિબંધાત્મક હુકમ મોરબી જિલ્લામાં આવેલી સરકારી સંસ્થાઓસરકારી કચેરીઓને લાગુ પડશે નહીં. આ જાહેરનામાનો ભંગ કરનારી વ્યક્તિ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર બનશે. આ ઉપરાંત મોરબી જિલ્લામાં જયારે ગંભીર ઘટનાઓ બને ત્યારે તે સમયના સીસીટીવી ફૂટેજ જે-તે સંસ્થાના માલિકો કે વહીવટકર્તાઓએ પોલીસ તપાસના કામે પોલીસ વિભાગ સિવાય કોઈપણ અનઅધિકૃત વ્યક્તિઓને આપી શકાશે નહીં.






Latest News