મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં 15 વર્ષ જૂના ઝઘડો ખાર રાખીને યુવાન ઉપર એક શખ્સે કર્યો પાઇપ વડે હુમલો


SHARE







હળવદમાં 15 વર્ષ જૂના ઝઘડો ખાર રાખીને યુવાન ઉપર એક શખ્સે કર્યો પાઇપ વડે હુમલો

હળવદમાં 15 વર્ષ પહેલા મંદિરના વહીવટ બાબતે ઝઘડો થયો હતો જે બાબતનો ખાર રાખીને એક શખ્સ દ્વારા યુવાન ઉપર પાઇપ વડે હુમલો કરવામાં આવ્યો હતો અને તેને હાથે, પગે, શરીરે તથા માથાના ભાગે પાઇપ વડે માર મારવામાં આવતા માથામાં ગંભીર ઇજા થઈ હતી અને યુવાનને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી ભોગ બનેલા યુવાને સારવાર લીધા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરે છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદમાં આવેલ આંબેડકરનગર-1 માં રહેતા ઉમેશભાઈ બચુભાઈ રાઠોડ (39)એ હાલમાં હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે અમ હસમુખભાઈ પરમાર રહે, બસ સ્ટેશન પાછળ હળવદ વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે, ગઈકાલે બપોરના સવા બારેક વાગ્યાના અરસા માટે ચાલીને પોતાની દીકરી નેહાને બ્રિલિયન્ટ સ્કૂલમાંથી લઈને ઘર તરફ પરત જઈ રહ્યો હતો ત્યારે સરા રોડ ઉપર આવેલ સખી મરચા ફ્લોર મિલ પાસે આરોપી તેને મળ્યો હતો અને આરોપીને ફરિયાદીના પિતા તેમજ કૌટુંબિક ભાઈની સાથે 15 વર્ષ પહેલા મંદિરના વહીવટ બાબતે ઝઘડો થયો હતો તે બાબતનું મન દુઃખ રાખીને લોખંડના પાઇપ વડે ફરિયાદી યુવાન ઉપર હુમલો કર્યો હતો અને ત્યારે તેને ડાબા પગના ગોઠણ, માથા અને શરીરે પાઇપ વડે માર મારવામાં આવતા માથામાં ફૂટ થઈ ગઈ હતી અને હાથની આંગળીઓમાં ગંભીર ઈજાઓ થઈ હતી અને આરોપીએ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યાર બાદ ઇજા પામેલ યુવાનને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા તેને માથાના ભાગે ટાંક આવ્યા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે

એક બોટલ દારૂ

ટંકારા તાલુકાના મીતાણા વીરવાવ રોડ ઉપરથી પસાર થઈ રહેલા શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1300 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી હાર્દિકસિંહ શક્તિસિંહ જાડેજા (27) રહે. વીરવાવ તાલુકો ટંકારા વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરેલ છે

મહિલા સારવારમાં

વાંકાનેર નજીક આવેલ ટોલનાકા પાસે રીક્ષા ચાલકે ટક્કર મારતા ગીતાબેન વિક્રમભાઈ વાઘેલા (38, રહે. તીથાવા) નામના મહિલાને ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીના સનાળા રોડ ઉપર આવેલ ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

વાંકાનેરના સરતાનપર રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં રહેતા રાકેશભાઈ બચુભાઈ પરમાર (25) નામના યુવાનને કારખાનામાં મારામારીના બનાવમાં ઇજા થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News