મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીના રંગપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા સગીર બાળકનું મોત


SHARE











મોરબીના રંગપર નજીક કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા સગીર બાળકનું મોત

મોરબીના રંગપર ગામ પાસે આવેલ સેનેટરીના કારખાનામાં ઈલેક્ટ્રિક શોટ લાગતા સગીર બાળકનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના જેતપર રોડ ઉપર આવેલ રંગપર ગામની સીમમાં વાઇલ્ડ એંગલ સેનેટરી વેર ખાતે રહેતો અરવિંદ સંતોષભાઈ સિસોદિયા (14) નામનો સગીર બાળક કારખાનામાં હતો ત્યારે તેને ઈલેક્ટ્રિક શોટ લાગતા તેનું મોત નીપજ્યું હતું ત્યારબાદ તેને તાત્કાલિક મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટર તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યા બાદ આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

આધેડ સારવારમાં

મોરબીના સનાડા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી પસાર થઇ રહેલા રમેશભાઈ ભગવાનજીભાઈ ઝાલરીયા (54) રહે. પાટીદાર પેલેસ મોરબી વાળાને અજાણ્યા બાઇક ચાલકે ઠોકર મારતા તેઓને અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

અકસ્માતમાં ઇજા

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ બહુચર માતાજીના મંદિર પાસે રહેતા જીતેન્દ્રભાઈ વિનોદભાઈ ઠોરીયા (36) નામનો યુવાન મોરબીમાં શનાળા રોડે આવેલ નવા એસટી ડેપો પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઇક સાથે બાઇક અથડાતાં અકસ્માતનો બનાવ બનેલ હતો. જેમાં ઈજા પામેલા યુવાનને સારવાર માટે મોરબીની ક્રિષ્ના હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

અકસ્માતમાં ઇજા

હળવદના રણજીતગઢ ગામે રહેતા હરજીવનભાઈ જીવાભાઇ સોનાગ્રા (51) નામના આધેડને ગામની ચોકડી પાસે કાર ચાલકે હડફેટે લેતા અકસ્માતના બનાવમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી






Latest News