મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી, લાકડી, પાઇપ વડે હુમલો કરીને યુવાનની સાત શખ્સોએ કરી હત્યા


SHARE







મોરબીમાં જૂની અદાવતનો ખાર રાખીને છરી, લાકડી, પાઇપ વડે હુમલો કરીને યુવાનની સાત શખ્સોએ કરી હત્યા

મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને સાત શખ્સો દ્વારા યુવાન ઉપર લાકડી, પાઇપ અને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો ત્યારે ત્યારે યુવાનને છરીના ઘા ઝીકિને તેની હત્યા કરવામાં આવી હતી જેથી તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના પહોંચી હતી અને આ બનાવ સંદર્ભે હાલમાં મૃતક યુવાનની માતાની ફરિયાદ લઈને પોલીસે સાત શખ્સોની સામે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.

જાણવા મળતી વિગત પ્રમાણે મોરબીના વજેપર શેરી નં.13 માં રહેતા ભાવનાબેન નારણભાઈ કંઝારીયા (45)એ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે હાલમાં દિલીપ મહેશભાઈ કંઝારીયા, અરવિંદભાઈ ઉફે મુન્નો ડાયાભાઈ પરમાર, કિશન પ્રભુભાઈ પરમાર, પ્રભુભાઈ ડાયાભાઈ પરમાર, મહેશ ઉફે પાંચો ડાયાભાઈ પરમાર, જગાભાઈ ડાયાભાઈ પરમાર અને અમિત મહેશ ઉફે પાચો પરમાર રહે. તમામ મોરબી વાળાની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યુ છે કે, તેના દીકરા ગિરીશ નારણભાઈ કંઝારિયા (27)ને મોરબીની લીલાપર ચોકડી પાસે જૂની અદાવતનો ખાર રાખીને આરોપીઓએ હુમલો કર્યો હતો અને લાકડી, પાઇપ અને પથ્થરના ઘા મારીને તેમજ છરીના ઘા ઝીકીને હત્યા કરી નાખેલ છે.

વધુમાં ફરિયાદી જણાવ્યુ છે કે, અગાઉ આરોપી મહેશ ઉફે પાંચો ડાયાભાઈની ભત્રીજીને તેના પાડોશમાં રહેતા પ્રકાશ વિનુ સાથે પ્રેમ સંબંધ હતો અને ફરિયાદીનો દીકરો તેને મદદ કરતો હોવાનો વહેમ રાખીને ફરિયાદીના દીકરા સામે વર્ષ 2017 માં પોલીસ ફરીયાદ કરેલ હતી અને બે દિવસ પહેલા આરોપી દિલીપ મહેશભાઈ સાથે ફરીયાદીના દિકરાને ગાળો બોલવા બાબતે મારા મારી થયેલ હતી જેનો રાગદ્રેષ રાખીને આરોપીઓએ એકસંપ કરીને ફરીયાદીના દિકરા ગિરીશ અને સાહેદને ગાળો બોલી હતી અને આરોપી દિલીપભાઈ મહેશભાઈએ છરીના ઘા માર્યો હતો તેમજ કિશન પ્રભુભાઈ, પ્રભુભાઈ ડાયાભાઈ તથા મહેશભાઈ ડાયાભાઈએ લાકડા ધોકા વડે માર માર્યો હતો અને અમિતે લોખંડના પાઈપ વડે ફરિયાદીના દીકરાને માર માર્યો હતો તેમજ જગાભાઈએ ગિરીશને પકડી રાખેલ ત્યારે અરવિંદ ઉફે મુન્ના ડાયાભાઈએ પથ્થર વડે તેને માર માર્યો હતો જેથી મૃતક યુવાનની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે.






Latest News