મોરબીના પીપળી ગામ પાસેની સોસાયટીઓમાં પ્રાથમિક સુવિધાઓના ફાંફા: મહિલાઓએ કર્યો હોબાળો મોરબીમાં પ્રધાનમંત્રી યોજનામાં ખાલી પડેલ ૧૨ આવાસ ફાળવવા માટે કવાયત હળવદમાં ભારત વિકાસ પરિષદ દ્વારા બાળાઓને 10 હજાર જેટલા ફૂલસ્કેપ ચોપડાનું કરાયું વિતરણ મોરબી જિલ્લામાં ૧૧,૨૯૭ બાળકો બાલવાટિકા-આંગણવાડીમાં પાપા પગલી માંડશે: મોરબી જિલ્લામાં ૧૫,૮૯૭ બાળકો ધો. ૧ અને ૯ માં પ્રવેશ મેળવશે લોકોના કામ કરીને હીરો બનો: પેટા ચૂંટણી પરિણામ બાદ મોરબી જિલ્લા પંચાયતના માજી સદસ્ય મહેશ રાજકોટિયાની ટકોર માળીયા (મી)ના કાજરડા ગામે ઘરમાંથી ત્રણ ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો: હવે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં બાઇક ચોરીના બે ગુના નોંધાયા ! મોરબી જીલ્લામાં અગાઉ દારૂના ગુનામાં પકડાયેલા બે શખ્સને પાસા હેઠળ સુરતની લાજપોર જેલ હવાલે કરાયા વાંકાનેરના પાંચદ્વારકામાં મૈત્રી કરાર કરનાર યુવાન ઉપર યુવતીના પિતા સહિત ચાર શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના દહીસરા ગામ નજીક ઓવરટેક કરતાં સમયે ડબલ સવારી બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો


SHARE















માળીયા (મી)ના દહીસરા ગામ નજીક ઓવરટેક કરતાં સમયે ડબલ સવારી બાઈકને હડફેટે લઈને યુવાનનું મોત નિપજાવનાર કાર ચાલક સામે ગુનો નોંધાયો

માળીયા (મી)ના દહીસરા ગામ પાસે કાર ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે ડબલ સવારી બાઈકને પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં બાઈક ઉપર જઈ રહેલા બે પૈકીના એક યુવાનને ગંભીર ઇજા થઈ હોવાના કારણે તેનું મોત નીપજયું હતું અને ઈજા પામેલા બીજા યુવાનને સારવાર માટે મોરબી લઈને આવ્યા હતા જે બનાવ સંદર્ભે ઇજા પામેલા યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે માળિયા તાલુકા પોલીસે ગુનો નોંધીને કાર ચાલકેને પકડવા માટે તજવીજ શરૂ છે

માળીયા (મી)ના વવાણીયા ગામે રહેતા મહેશ ઉર્ફે મસો બાબાભાઇ ખીંટ (36) અને રાજેશભાઈ લખમણભાઈ વિરડા (30) નામના બે યુવાનો બાઇક નંબર જીજે 3 ડીઆર 9204 ઉપર પીપળીયા ચાર રસ્તા પાસે આવી રહ્યા હતા ત્યારે માળિયાના દહીસરા ગામ પાસેથી તેઓના ડબલ સવારી બાઈકને કારના ચાલકે ઓવરટેક કરવા જતાં સમયે પાછળથી ટક્કર મારી હતી જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે અકસ્માતના બનાવમાં રાજેશભાઈ વિરડાને માથા અને શરીરે ગંભીર ઈજાઓ થઈ હોવાના કારણે તેનું મોત નીપજ્યું હતું. જોકે, અકસ્માતના બનાવમાં મહેશ ઉર્ફે મસો ભરવાડને ઈજાઓ થયેલ હોવાથી તેને ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે મોરબીની હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ અકસ્માતના બનાવની પ્રથમ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી જોકે, બનાવ માળીયા તાલુકા પોલીસની હદમાં બનેલ હતો જેથી ત્યાં હાલમાં મહેશ ઉર્ફે મસો બાબાભાઇ ખીંટએ કાર નંબર જીજે 36 એજે 5883 ના ચાલકની સામે ફરિયાદ નોંધાવતાં પોલીસે કાર ચાલકની સામે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.






Latest News