મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત


SHARE







હળવદમાં વાડીની ઓરડીએ ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત

હળવદના સરા રોડ ઉપર આવેલ રઘુનંદન સોસાયટી પાછળ વાડીની ઓરડીમાં ઈલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગતા યુવાનનું મોત નિપજ્યું હતું જેથી તેના મૃતદેહને પીએમ માટે હળવદની સરકાર હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે હળવદમાં ગોરી દરવાજા પાસે વાલાજી મંદિર નજીક રહેતા સનીભાઈ ભગવાનજીભાઈ ધા.પરમાર (25) નામના યુવાનને હળવદના સરા રોડ ઉપર રઘુનંદન સોસાયટીની પાછળના ભાગમાં આવેલ તેઓની વાડીની ઓરડીમાં ઇલેક્ટ્રીક બોર્ડમાંથી શોર્ટ લાગ્યો હતો જેથી તે યુવાનનું ઘટના સ્થળે જ મોત નીપજયું હતું ત્યારબાદ મૃતક યુવાનના મૃતદેહને ભગવાનજીભાઈ ભીખાભાઈ ધા.પરમાર (65) રહે. હળવદ વાળા સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવ અંગેની તેઓએ હળવદ પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારા મારીમાં ઇજા

મોરબીના વીસીપરા વિસ્તારમાં આવેલ મદીના સોસાયટીમાં રહેતા રફીકાબેન ગુલામભાઈ ભટ્ટી (44) નામના મહિલાને અવેસભાઈ, હશનભાઈ અને હલીમાબેનને ઝઘડો કરીને ઈંટ પથ્થર વડે માર માર્યો હતો જેથી ઇજા પામેલા મહિલાને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યા છે અને આ બનાવની હોસ્પિટલ મારફતે બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

મારા મારીમાં ઇજા

મોરબીની પંચાસર ચોકડી પાસે આવેલ મહાવીરનગરમાં રહેતા પૂજાબેન હંસરાજભાઈ કંઝારીયા (૨૫) નામની મહિલાને મારામારીના બનાવમાં ઈજા થઇ હોવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે

સાપ કરડી જતાં સારવારમાં

ભાવપરના રહેવાસી રોહિતભાઈ રામજીભાઈ કટારા (17) નામના યુવાનને સાપ કરડી જવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.






Latest News