મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

માળીયા (મી)ના વીરવિદરકા નજીક બનતા કારખાનામાં બાળક ઉપર તલવાર વડે હુમલો: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં


SHARE







માળીયા (મી)ના વીરવિદરકા નજીક બનતા કારખાનામાં બાળક ઉપર તલવાર વડે હુમલો: ઇજાગ્રસ્ત રાજકોટ સારવારમાં

માળીયા (મી)ના વીરવિદરકા ગામના પાટીયા પાસે નવા બનતા કારખાનામાં 15 વર્ષના બાળક ઉપર કોઈ કારણસર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી તે બાળકને ઇજા થયેલ હતી માટે તેને સારવારમાં પ્રથમ તેને મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

માળીયા (મી)ના વીરવિદરકા ગામના પાટીયા પાસે નવા બનતા કારખાનામાં શુભમ અનિલભાઈ બરમુડા (15) નામના બાળક પર કોઈ કારણોસર તલવાર વડે હુમલો કરવામાં આવ્યો હતો જેથી કરીને તે બાળકને ઇજા થ હોવાથી ઇજા પામેલા બાળકને તાત્કાલિક સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી અને ઇજાગ્રસ્ત બાળકને ગંભીર ઇજા હોવાથી તેને વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવેલ છે અને આ બનાવ માળિયા તાલુકા પોલીસની હદમાં બનેલ હોવાથી ત્યાં આ બનાવની જાણ કરવા માટેની કાર્યવાહી કરવામાં આવેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના વાવડી રોડ ઉપર આવેલ ત્રિમૂર્તિ પાર્કમાં રહેતા મુક્તાબેન કુંવરજીભાઈ અઘારા (57) નામના મહિલા કનૈયા ચા વાળી શેરીમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકટીવાની ઠોકર તેઓને લાગતાં ડાબા પગમાં ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરતા પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

મોરબી તાલુકાના ગોર ખીજડીયા ગામે રહેતા ખીમજી આંબારમભાઈ નકુમ (25) નામના વ્યક્તિને નવલખી ફાટક પાસે પશુરામ મંદિર નજીક બાઇક સ્લીપ થતાં ઈજા થઇ હતી જેથી તેણે સારવાર માટે હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલથી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ કરી છે.






Latest News