મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત
Breaking news
Morbi Today

એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !


SHARE







એક સાંધોને તેર તૂટે: મોરબીમાં વરસાદી પાણીનો નિકાલ ખુલ્લો કરતાં સમયે પાણીની મેઇન લાઇનમાં કર્યું ભંગાણ !

મોરબી શહેરના સામાકાંઠા વિસ્તારમાં આવેલ અરુણોદયનગર સોસાયટીમાંથી વરસાદી પાણીનો નિકાલ મચ્છુ નદી તરફ થાય તેના માટે વરસાદી પાણીના નિકાલની કેનાલ આવેલ છે તેમાં માટીના ઢગલા અને બાંધકામ વેસ્ટ નાખીને તેને બંધ કરવામાં આવી હતી જેથી સોસાયટીમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું અને આ બાબતે મનપાના જવાબદાર અધિકારી અને કર્મચારીને જાણ કરવામાં આવતા તાત્કાલિક જેસીબી લઈને મનપાની ટીમ આવી હતી અને વરસાદી પાણીના નિકાલમાં કરવામાં આવેલ માટી તેમજ બાંધકામ વેસ્ટના ઢગલા કરવામાં આવ્યા હતા તેને દૂર કર્યા હતા જો કે, આ કામગીરી કરતાં સમયે જેસીબીનું બકેટ પાણી સપ્લાઈની મેઇન લાઇનમાં લાગી ગયું હતું જેથી કરીને પાણીની લાઈનમાંથી આજે સવારથી પાણીનો વેડફાટ થવા લાગ્યો હતો જેથી આ અંગેની મનપામાં જાણ કરવામાં આવતા મનપાની ટિમ તાત્કાલિક ત્યાં લાઇન રીપેર કરવા માટે પહોચી હતી.






Latest News