મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના સનાળા રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના સનાળા રોડે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા અજાણ્યા યુવાનનું સારવારમાં મોત

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી અજાણ્યા યુવાનને વાહન અકસ્માતના બનાવમાં ઇજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જતા દરમિયાન તે યુવાનનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની એ ડિવિઝન પોલીસે નોંધ કરીને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે તજવીજ શરૂ કરી છે.

મોરબીના સનાળા રોડ ઉપર આવેલ સમયના ગેટ પાસેથી અજાણ્યો 30 વર્ષનો યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ અજાણ્યા વાહન ચાલાકે તેને હડફેટે લેતા યુવાનને જાઓ થઈ હતી જેથી કરીને તેને સારવાર માટે પ્રથમ મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યારબાદ તેને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલ ખાતે લઈ જતા હતા દરમિયાન રસ્તામાં તે યુવાનનું મોત નીપજયું હતું જેથી અકસ્માત મૃત્યુના બનાવની મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવી હતી અને આ બનાવની તપાસ પી.એસ.આઇ. સી.એસ. સોંદરવા અને તેની ટીમ ચલાવી રહી છે અને મૃતક યુવાનનું નામ ટીટુભાઈ હોવાનું અને તે એમપીનું હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે જોકે મૃતક યુવાનની ચોક્કસ ઓળખ મેળવવા માટે આગળની કાર્યવાહી ચાલી રહી છે

મારા મારીમાં ઇજા

મોરબીમાં મકનસર ગામે ઘર નજીક મારામારીનો બનાવ બન્યો હતો જેમાં મધુબેન બાબુભાઈ દેગામા (40) નામની મહિલાને ઈજા થઈ હોવાથી તેને સારવાર માટે મોરબીની હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીના પીપળી ગામ પાસે આવેલ શિવપાર્કમાં રહેતા મીનાક્ષીબેન કુલદીપભાઈ પરમાર (21) નામના મહિલાને ઘરે હતી ત્યારે રાત્રિના સમયે કોઈ જીવ જંતુ કરડી જતા તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી

બાઈકમાંથી પડી જતાં ઇજા

મોરબી તાલુકાના ખરેડા ગામે રહેતા ભાનુબેન મનસુખભાઈ ડાભી (47) નામના મહિલા બાઇકમાં બેસીને જુના ગામમાં વાડી વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકમાંથી પડી જવાના કારણે તેને ઈજા થયેલ હતી જેથી તે મહિલાને સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News