મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીના ઘૂટું ગામ પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ


SHARE







મોરબીના ઘૂટું ગામ પાસે અકસ્માત સર્જીને બાળકનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ

મોરબીના ઘૂટું ગામ પાસે બોલેરો ગાડીના ચાલાકે બાળકને હડફેટે લેતા બાળકને માથામાં ગંભીર ઇજા થવાથી તેનું ટૂંકી સારવારમાં મોત નીપજયું હતું જે બનાવ સંદર્ભે મૃતક બાળકના માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે તાલુકા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આરોપીને પકડીને આગળની કાર્યવાહી કરેલ છે.

મૂળ વાંકાનેર તાલુકાના ધમાલપર ગામના રહેવાસી અને હાલમાં મોરબીના ઘુટુ ગામે પંચમુખી હનુમાન મંદિર પાસે રહેતા અને ખેતી કામ કરતા સજનબેન જયસુખભાઈ બાવરવા (35)એ બોલેરો ગાડી નં. જીજે 36 વી 2669 ના ચાલક સામે ફરિયાદ કરી હતી કે, આરોપી પોતાના હવાલા વાળી બોલેરો ગાડી ઊંચી માંડલ ગામથી ઘુટુ તરફ લઈને આવી રહ્યો હતો દરમિયાન ફરિયાદીના દીકરા પૃથ્વીરાજ બાવરવા (9) ને ઠોકર મારીને ઇજા કરી હતી. જેથી બાળકને ગંભીર ઇજા થયેલ હોય ટૂંકી સારવારમાં તે બાળકનું મોત નીપજ્યું હતું જેથી મૃતક બાળકની માતાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી હતી અને હાલમાં આ ગુનામાં આરોપી જસમત ગોરધનભાઈ ગામી (58) રહે. હાલ વિઠ્ઠલનગર મૂળ રહે. બિલયા વાળાને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મહિલા સારવારમાં

મોરબીમાં જૂની જેલની સામેના ભાગમાં વીસીપરા વિસ્તારમાં રહેતા લતાબેન અશોકભાઈ અગેચાણીયા (48) નામના મહિલા પાડોશી સાથે ધક્કાવારી મેલડી માતાજીના મંદિરે દર્શન કરવા માટે જતાં હતા ત્યારે વાહન અકસ્માત થયો હતો જે બનાવમાં મહિલાને ઇજા થવાથી તેને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને બનાવની પોલીસને જાણ કરવામાં આવેલ છે.






Latest News