મોરબી નજીક ડમ્પરમાં કાર ઘૂસી જતાં બે યુવાનના મોત: મૃતક કાર ચાલક સામે ગુનો નોંધાયો વાંકાનેર બાઉન્ડ્રી પાસે રોંગ સાઈડમાં આવેલ ડમ્પર ચાલકે બાઈકની હડફેટે લેતા આધેડનું મોત હળવદના દેવળીયા ગામે સ્કૂલેથી છૂટીને ઘરે જતી પાંચ છોકરીઓને બુલેટ ચાલાકા હડફેટે લેતા એકનું મોત, ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીમાં રોડની સફાઈ માટે મહાપાલિકામાં અરજી કર્યાનો ખાર રાખીને યુવાન અને તેના પિતા-ભાઈને ચાર શખ્સોએ માર માર્યો: 17,000 રૂપિયા પડાવી લીધા! મોરબીના જેતપર ગામે ઉપવાસી છાવણીમાં અદાણી કંપનીની તાનાશાહી અને ખેડૂતોની લાચારીને ઉજાગર કરતું નાટક રજૂ કરાયું માળીયા (મી)ના કાજરડા ગામ નજીકથી ચોરાઉ બાઇક-એક્ટિવા સાથે એક શખ્સ પકડાયો મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ ! 
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ


SHARE











મોરબીના મકનસર પાસે અકસ્માત સર્જીને મહિલાનું મોત નિપજાવનાર બોલેરો ગાડીના ચાલકની ધરપકડ

મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર કારખાનાની સામેના ભાગમાં આવેલ કટ્ટ પાસે મહિલા ઊભી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડીના ચાલકે પોતાની ગાડીને રિવર્સમાં લેતા આધેડ મહિલાને હડફેટે લીધી હતી જેથી તે મહિલાનું મોત નીપજ્યું હતું આ બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં પોલીસે બોલેરો ગાડીના ચાલકની ધરપકડ કરી છે

મૂળ ગોંડલના રહેવાસી અને હાલમાં વાંકાનેરના જીનપરા વિસ્તારમાં સુંદરજીભાઈ વાળી શેરીમાં રહેતા અજયભાઈ ભરતભાઈ સોઢા (23)એ બોલેરો ગાડી નંબર આરજે 4 જીસી 5350 ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, મોરબી વાંકાનેર નેશનલ હાઈવે રોડ ઉપર પેગવીન કારખાના તરફ જવાના રસ્તાની કટ્ટ પાસે તેઓના માતા મંજુબેન ભરતભાઈ સોઢા (55) ઉભા હતા દરમિયાન બોલેરો ગાડીના ચાલકે ફરિયાદીના માતાને હડફેટે લીધા હતા. જેથી ગંભીર ઇજા થવાના લીધે મહિલાનું મોત નિપજ્યું હતું જે બનાવ સંદર્ભે મૃતક મહિલાના દીકરાએ નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને હાલમાં આ ગુનામાં પોલીસે આરોપી રવિ ધરમશીભાઈ સેલાણી (21) રહે. ગોકુલનગર મકાનસર વાળાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મહિલા સારવારમાં

મોરબીના શનાળા ગામે રહેતા ચંપાબેન પ્રવીણભાઈ શિરવી (57) નામના મહિલા બાઇકમાં પાછળ બેસીને રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકની આડે કાઢે ગાય આવતા અકસ્માત થયો હતો અને તે બનાવમાં ચંપાબેનને ઈજા થઇ હોવાથી તેને સારવાર માટે મોરબીની આયુષ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી

મહિલા સારવારમાં

મોરબીમાં ગઢવીની વાડી રામજી મંદિર પાસે રહેતા ગૌરીબેન કાંતિભાઈ ડાભી (34) નામના મહિલા બાઇકમાં પાછળ બેસીને મોમ્સ હોટલ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે ત્યાં બાઈકમાંથી પડી જવાના કારણે તેમને ઈજા થઈ હતી જેથી તેને સારવાર માટે મોરબીની ખાનજગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને ત્યાં તેઓને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી છે






Latest News