મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા


SHARE











મોરબીમાં પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો કરનારા બે શખ્સ ઝડપાયા

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી યુવાન પસાર થઈ રહ્યો હતો ત્યારે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને બે શખ્સો દ્વારા તેની સાથે બોલાચાલી અને ઝઘડો કરવામાં આવ્યો હતો અને માર માર્યો હતો તેમજ એક શખ્સે યુવાનને વાંસાના ભાગે છરીનો એક ઘા ઝીકિ દીધો હતો જેથી યુવાને સારવાર લીધા બાદ ફરિયાદ કરી હતી જે ગુનામાં પોલીસે બંને આરોપીઓને પકડીને આગળની કાર્યવાહી કરી હતી.

મોરબીના કુલીનગર વિસ્તારમાં ભાડાના મકાનમાં રહેતા વિશ્વાસભાઈ કાનજીભાઈ પાટડીયા (31)એ થોડા દિવસો પહેલા અમિતભાઈ દિલીપભાઈ સારલા અને અસરફખાન હફીજઉલ્લા પઠાણ સામે ફરિયાદ નોંધાવેલ હતી કે, આરોપી અમિત સારલા અગાઉ કોપર વાયરની ચોરીમાં પકડાયેલ હતો જેની બાતમી ફરિયાદીએ આપેલ છે તેવી શંકા રાખીને ફરિયાદી નવલખી રોડ ઉપર આવેલ સેન્ટ મેરી સ્કૂલ પાસેથી જતો હતો ત્યારે તેને રોકવામાં આવેલ હતો અને તેની સાથે બોલાચાલી ઝઘડો કરીને માર માર્યો હતો તેમજ ગાળો આપી હતી ત્યારે અસરફખાન પઠાણે લોખંડના પાઇપ વડે અને અમિત સારલાએ છરીનો ઘા મારીને યુવાનને ઇજા કરી હતી જેથી ફરિયાદીને સારવાર માટે હોસ્પિટલે લઈ ગયા હતા અને સારવાર લીધા બાદ ભોગ બનેલ યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ હતી અને આ ગુનામાં પીએસઆઈ એમ.આર. સિંધવ અને તેની ટીમે આરોપી અમિતભાઈ દિલીપભાઈ સારલા (20) રહે. યમુના નગર શેરી નં-3 મોરબી તથા અસરફખાન હફીજઉલ્લા પઠાણ (21) રહે. સિપાઈવાસ નગર દરવાજા પાસે મોરબી વાળાને પકડીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને બંને આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે.

બાઇક સ્લીપ

મોરબીમાં આવેલ ઉમાટાઉનશીપ ખાતે સુંદરમ એપાર્ટમેન્ટમાં રહેતા દલિતચંદ શિવલાલભાઈ પરજીયા નામના વ્યક્તિના ઉમા ટાઉનશિપના ગેટ પાસેથી બાઈકમાં જઈ રહ્યા હતા ત્યારે બાઇક સ્લીપ થવાના કારણે પડી જવાથી તેને હાથમાં ઇજા થઈ હોવાથી ઇજા પામેલા વ્યક્તિને સારવાર માટે મોરબીની શિવમ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને સારવાર આપ્યા બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ઇલેક્ટ્રીક શોર્ટ લાગ્યો

મોરબીમાં ભડીયાદ કાંટા પાસે ઘરે છાપરાનું કામ કરતા સમયે ઇલેક્ટ્રીક શોર્ટ લાગવાના કારણે ભરતભાઈ મનજીભાઈ સરવૈયા (51) નામના આધેડ સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News