બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો મોરબી આઇટીઆઇની મંત્રી કાંતિભાઈ અમૃતિયાએ વિશેષ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેરના સરતાનપર ગામ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત


SHARE











વાંકાનેરના સરતાનપર ગામ નજીક ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અજાણ્યા યુવાનનું મોત

વાંકાનેરના સરતાનપર ગામ નજીક રાતવીરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે હડફેટે લેતા અજાણ્યા 30 થી 35 વર્ષની ઉંમરના યુવાનને ગંભીર ઇજા થવાના કારણે તે યુવાનનું મોત નીપજયું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલરનો ચાલક વાહન લઈને સ્થળ ઉપરથી નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસ આગળની રાબેતા મુજબની કાર્યવાહી કરેલ છે.

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના રાતાવીરડા ગામે રહેતા સવશીભાઇ જાદવભાઇ કુણપરા (25) એ ટ્રક ટ્રેલર નંબર આરજે 52 જીબી 0147 ના ચાલક સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવેલ છે જેમાં જણાવ્યું છે કે, વાંકાનેરના સરતાનપર ગામ પાસે આવેલ પાદર વાળી ખાણ પાસેથી રાતાવીરડા ગામ તરફ જવાના રસ્તા ઉપર ટ્રક ટ્રેલરના ચાલકે અજાણ્યા 30થી 35 વર્ષના યુવાનને હડફેટે લેતા તેને પેડુના ભાગે ગંભીર ઇજા થઈ હોવાના કારણે તે યુવાનનું મોત નીપજ્યું હતું અને અકસ્માત સર્જીને ટ્રક ટ્રેલરનો ચાલક સ્થળ ઉપરથી વાહન લઈને નાસી ગયો હતો જે બનાવ સંદર્ભે હાલમાં યુવાને નોંધાવેલ ફરિયાદ આધારે પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરેલ છે અને મૃતક યુવાનની ઓળખ મેળવવા માટે પોલીસે તજવીજ હાથ ધરી છે.

એક બોટલ દારૂ

મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ ઉમા વિલા સોસાયટી પાસેથી પસાર થઈ રહેલ શખ્સને રોકીને પોલીસે ચેક કરતા તેની પાસેથી દારૂની એક બોટલ મળી આવી હતી જેથી પોલીસે 1100 રૂપિયાની કિંમતની દારૂની બોટલ સાથે આરોપી સતિષભાઈ મહેશભાઈ દુદતલા (24) રહે. શીતળા માતાના મંદિર પાસે મહેન્દ્રનગર વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News