મોરબીના સામાકાંઠે રહેતા યુવાનનું કોઈ કારણોસર મોત, વિશેરા લઈ મોતનું કારણ જાણવા તજવીજ શરૂ; યુવાન ઉપર છરી વડે હુમલો કરવાના બનાવમાં ચાર ની ધરપકડ બેધારી નીતિ: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂત આંદોલનના પ્રચાર પ્રસાર માટે બનાવેલ વોટ્સએપ ગ્રુપનું એકાઉન્ટ વારંવાર સસ્પેન્ડ !  મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે ભૂગર્ભ વાયરનું કામ યોગ્ય રીતે કરવા શહેર કોંગ્રેસ પ્રમુખની રજૂઆત વાંકાનેર પંથકમાં ખનીજ માફિયા ઉપર પોલીસની ધોંસ: 1 કરોડથી વધુનો મુદામાલ જપ્ત મોરબી જિલ્લાની મહિલાઓને ફળ-શાકભાજી પરિરક્ષણ માટે ખાસ તાલીમ અપાશે: અરજીઓ મંગાવાઇ મોરબી જિલ્લામાં બાગાયતદાર ખેડૂતો સહાયલક્ષી યોજનાઓ માટે આઇ-ખેડુત પોર્ટલ પર અરજી કરી શકશે સેવાની જ્યોત: મોરબીમાં પાટીદાર વુમન્સ પાવર ગ્રુપ દ્વારા વૃધ્ધાશ્રમમાં વડીલોને ભોજન કરાવમાં આવ્યું મોરબીના પ્રથમ ટ્રસ્ટ આધારિત ફિઝિયોથેરાપી ક્લિનિકનો એક વર્ષમાં 3000 દર્દીઓએ લાભ લીધો
Breaking news
Morbi Today

મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત


SHARE











મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ ચક્કર આવતા પડી જવાથી યુવાનનું મોત

રાજસ્થાની યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અચાનક તેને ચક્કર આવતા તે પડી ગયો હતો જેથી તેનું મોત નીપજયું હતું ત્યાર બાદ તેના મૃતદેહને મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તેને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને આ બનાવની મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મૂળ રાજસ્થાનનો રહેવાસી અને હાલમાં મોરબીમાં પાવળીયારી નજીક રહેતો દોલતરામ દેવચંદ વર્મા (46) નામનો યુવાન મોરબીની મહેન્દ્રનગર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કોઈ કારણોસર ચક્કર આવતા તે રસ્તા ઉપર પડી ગયો હતો જેથી તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજયું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી બી ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી હતી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મોરબીમાં રહેતા જાગૃતીબેન સુનિલભાઈ મોરવાડિયા (22) નામની મહિલાએ કોઈ કારણોસર ફિનાઇલ પિયા લીધું હતુ જેથી તેને તાત્કાલિક સારવાર માટે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે  પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના પરા બજારમાં આવેલ મેઇન પોસ્ટ ઓફિસ નજીક મારામારીનો બનાવ બન્યો હતો જે બનાવમાં શાંતુબેન કિશનભાઇ (30) રહે. પ્રધાનમંત્રી આવાસ યોજના દલવાડી સર્કલ પાસે મોરબી વાળાને ઇજાઓ થયેલ હતી જેથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી.

યુવાન સારવારમાં

માળીયા મીયાણા તાલુકાના વવાણીયા ગામે રહેતા ઈસ્માઈલભાઈ અમીનભાઈ જંગિયા (32) નામનો યુવાન મોરબીના જુના બસ સ્ટેશન પાસે હતો ત્યારે તે બેભાન થઈ ગયો હતો જેથી તેને 108 મારફતે બેભાન હાલતમાં સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News