મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી મનપા દ્વારા 21 જૂને ચેસ ટુર્નામેન્ટનું આયોજન


SHARE







મોરબી મનપા દ્વારા 21 જૂને ચેસ ટુર્નામેન્ટનું આયોજન

મોરબી મનપા દ્વારા MMC ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને ટુર્નામેન્ટ મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે યોજાશે. જેમાં ભાગ લેવા માટે આગામી તા. 19 જૂન સુધીમાં કયુંઆર કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકાશે.

મોરબીમાં આવેલ કેસરબાગ ખાતે આગામી તા. 21 જૂનના રોજ MMC ચેસ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. અને સવારે 10-30 કલાકે ટુર્નામેન્ટ યોજાશે. જેમાં ભાગ લેવા માટે તા. 19 જૂન સુધીમાં કયુંઆર કોડ સ્કેન કરીને રજિસ્ટ્રેશન કરાવી શકશે અને આ ટુર્નામેન્ટમાં ભાગ લેનારાઓએ પોતાનું ચેસ સેટ ફરજિયાત લાવવાનું રહેશે. તેમજ સ્પર્ધા FIDE રેપિડ ચેસના નિયમો મુજબ રમવામાં આવશે. અને સ્પર્ધા સ્વિસ ફોર્મેટમાં ખેલાશે (નોકઆઉટ નહીં હોય). કુલ 6 રાઉન્ડ થશે અને બંને શ્રેણીઓમાંથી ટોચના 3 વિજેતાઓને ઈનામ આપવામાં આવશે જો કે, આ ટુર્નામેન્ટમાં ભાગ લેનાર તમામ ખેલાડીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે. અને આ ટુર્નામેન્ટની વધુ વિગત માટે મનપાના રમત ગમત વિભાગના મો.નં. 7405821815 પર સંપર્ક કરવા અધિકારી જણાવ્યુ છે.






Latest News