મોરબીમાં કામ કરવાની ના પાડતા હોય યુવતી ઘર છોડીને ચાલી ગઈ હોવાનું ખુલ્યું મોરબીના કલેક્ટરે નગર નિયોજકની કચેરીની આકસ્મિક મુલાકાત લીધી મોરબી જિલ્લામાં રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની સફળ ઉજવણી મોરબી જિલ્લાના યુવાનો અને નોકરીદાતાઓ માટે આશીર્વાદરૂપ બનતું અનુબંધમ પોર્ટલ મોરબી જીલ્લામાં વીજપોલના વળતરની આગમાં હવે ભાજપ હોમાઈ તેવો ઘાટ: પૂર્વ કેન્દ્રિય મંત્રીના ગામમાં ભાજપ પક્ષની પ્રવેશબંધી !  હિરાસર એરપોર્ટ પર આંતરરાષ્ટ્રીય અને કાર્ગો સેવા શરૂ કરવા રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની રજૂઆત ગૌરવની ક્ષણ ૮૦માસ્વાતંત્ર્ય દિને મોરબી જિલ્લા તંત્ર દ્વારા મેંગોપીપલ પરિવારનું ભવ્ય સન્માન મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા તીજોત્સવની રંગારંગ ઉજવણી
Breaking news
Morbi Today

માળિયા (મી) તાલુકમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા


SHARE







માળિયા (મી) તાલુકમાં સગીરા સાથે અનેક વખત દુષ્કર્મ કરીને ગર્ભ રાખી દેનારા આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા

માળિયા (મી) તાલુકાનાં ગ્રામ્ય વિસ્તારની સગીરા સાથે અનેક વખત શરીર સંબંધબાંધીને તેને ગર્ભ રાખી દેવામાં આવ્યો હતો. અને તે સગીરાએ બાળકને જન્મ આપ્યા હતો જો કે, બાળકનું ત્યાર બાદ મૃત્યુ નીપજયું હતું અને માળીયા તાલુકામાં દુષ્કર્મનો ગુનો નોંધાયેલ હતો જે કેસ મોરબી જિલ્લાની સ્પે. પોક્સો કોર્ટમાં ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલની દલીલને ધ્યાને લઈને કોર્ટે આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા અને દંડ ફટકાર્યો છે.

આ કેસની સરકારી વકીલ પાસેથી મળતી માહિતી મુજબ માળિયા મિયાણાં તાલુકા પોલીસ સ્ટેશને ગત તા. 14/6/23 ના રોજ ભોગ બનેલ સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવી હતી જેના આધારે પોલીસે દુષ્કર્મ, પોક્સો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી હતી અને ફરિયાદમાં જણાવ્યુ હતું કે, ફરિયાદીની સગીર દીકરી સાથે આરોપી જસમત ગોવિંદભાઈ સીતાપરા રહે. સુલ્તાનપુર તાલુકો માળિયા વાળાએ એક વર્ષ દરમ્યાન અનેક વખત શરીર સંબંધબાંધીને ગર્ભ રાખી દીધો હતો જેથી ફરિયાદીની સગીર દીકરીને પેટમાં પાંચથી છ માસનો ગર્ભ હોવાનું સામે આવ્યું હતું અને સગીરાએ બાળકને જન્મ પણ આપ્યો હતો જો કે, તે બાળકનું મોત નીપજયું હતું. જે ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરીને જેલ હવાલે કર્યો હતો જે કેસ મોરબીની સ્પે.પોક્સો કોર્ટમાં અધિક ડીસ્ટ્રીકટ જજ કમલ રસિકલાલ પંડ્યા સાહેબ સમક્ષ ચાલી ગયો હતો જેમાં સરકારી વકીલ સંજયભાઇ સી. દવે દ્વારા કરવામાં આવેલ દલીલો તેમજ રજૂ કરવામાં આવેલા પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આરોપી જસમત ગોવિંદભાઈ સીતાપરા (28)ને કસુરવાન ઠેરવ્યો હતો અને 20 વર્ષની સખ્ત કેદની સજા તેમજ 10 હજારનો દંડ ફટકાર્યો હતો. તથા ભોગ બનેલ સગીરાને વિકટીમ કંપન્સેશન સ્કીમ હેઠળ 4 લાખ રૂપિયા તેમજ આરોપીઓ દંડની રકમ ભારે તો તે સહિત કુલ મળીને 4.10 લાખ રૂપિયા ચૂકવવા માટે હુકમ કર્યો છે.






Latest News