મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ


SHARE







મોરબીમાં મચ્છુ નદીના કાંઠે સ્વામી નારાયણ મંદિર પાસે બનાવેલ દિવાલ તોડવા સામાજીક કાર્યકરોની માંગ

મોરબીની મચ્છુ નદીના કાંઠે BAPS સ્વામી નારાયણ સંસ્થા દ્વારા મંદિર બનાવવામાં આવી રહ્યું છે અને ત્યાં નદી પાસે એક મોટી દીવાલ બનાવવામાં આવેલ છે જેના લીધે નદીનું પાણી અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી શક્યતા છે જેથી કરીને આ ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલને તોડી પાડવામાં આવેલ તેવી માંગ સામાજિક કાર્યકરોએ કરેલ છે.

મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, રાણેવાડિયા દેવેશ, ગીરીશભાઈ કોટેચામુખ્યમંત્રી, મોરબીના કલેકટર, મનપાના કમિશનર અને ધારાસભ્યને લેખિતમાં રજૂઆત કરીને મચ્છુ નદીના કાંઠે બની રહેલ BAPS સ્વામી નારાયણ સંસ્થાના મંદિરના સંચાલકો દ્વારા ૩૦ ફૂટ ઉંચી દીવાલ બનાવવામાં આવેલ છે જેથી કરીને નદીમાં આવતું પાણી ચોમાસામાં અવરોધાઈ અને શહેરમાં નુકશાની થાય તેવી પૂરેપુરી શક્યતા છે જેથી મોરબીમાં પૂર જેવી કોઈ દુર્ઘટના બને તે પહેલા મંદિરના સંચાલકો દ્વારા ગેરકાયદે બનાવવામાં આવેલ દીવાલ તોડી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ છે. ઉલેખનીય છે કે, અગાઉ મોરબીના કલેકટર દ્વારા દીવાલને તોડી પાડવાનો હુકમ કરવામાં આવેલ હતો પરંતુ આજની તારીખે પણ દીવાલ તોડવામાં આવેલ નથી. ત્યારે જો મનપા દ્વારા દુકાન પાસેના ઓટલા અને છાપરાના ગેરકાયદે દબાણો તોડવા માટેની કામ કરવામાં આવે છે તો પછી લોકોના જીવ માટે ચોમાસામાં જોખમી બની શકે તેવી દીવાલને તોડવા માટેની કામગીરી કેમ કરવામાં આવી રહી નથી. તે સૌથી મોટો સવાલ છે.






Latest News