મોરબીમાં ઓવરટેઇકની લ્હાયમાં કાર દિવાલ સાથે ટકરાઇ, બે યુવાનો સારવારમાં ટંકારા શૈક્ષિક મહાસંઘ દ્વારા ગુરુવંદન કાર્યક્રમ યોજાયો વાંકાનેરની રાતીદેવડી શાળામાં સંસ્કૃત કક્ષનો શુભારંભ મોરબી અને વાંકાનેરમાં હાર્ટ એટેકથી મહિલા, યુવાન અને આધેડનું મોત મોરબીના રવાપર ગામે એપાર્ટમેન્ટના આઠમા માળેથી નીચે ઝંપલાવીને યુવાને જીવન ટુકવ્યું મોરબી હળવદ અને માળીયાના જૂના ઘાટીલામાં જુગારની 3 રેડમાં 9 શખ્સ પકડાયા મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન
Breaking news
Morbi Today

મોરબી મનપાની દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળ: વિહિપનો ગંભીર આક્ષેપ


SHARE







મોરબી મનપાની દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એકને ખોળ-બીજાને ગોળ: વિહિપનો ગંભીર આક્ષેપ

મોરબી મનપા દબાણો હટાવવા સહિતની કામગીરીમાં એક ખોળ અને બીજાને ગોળ જેવી નીતિ અપનાવે છે તેવો તેવો ગંભીર આક્ષેપ વિહિપ દ્વારા કરવામાં આવેલ છે અને વિહિપના આગેવાનો કમિશનરને આવેદનપત્ર આપવા ગયા હતા. ત્યારે કમિશનરે વિહિપના આગેવાનોને મળવાની ઘસીને ના પાડી દીધી હતી.

મોરબી વિહિપના આગેવાનો મનપાના કમિશનરને રજુઆત કરવા માટે મહાપાલિકા કચેરીએ ગયા હતા ત્યારે કમિશનરે તેઓને મળવાની ના પાડી દીધી હતી અને ડેપ્યુટી કમિશનરને મળવા માટે કહ્યું હતું જેથી વિહિપના આગેવાનોમાં નારાજગી હતી કેમ કે, મોરબીના લોકોને મળવા માટે ખુદ કમિશનરે સોમવારનો દિવસ નિશ્ચિત કરેલ છે તો પણ વિહિપના આગેવાનોને તે મળ્યા ન હતા જેથી રાજ્યનાં મુખ્યમંત્રી અને મોરબીના કલેક્ટર પણ લોકોને સીધા મળીને તેઓની રાજુયાતોને સાંભળે છે તો પછી મનપાના કમિશનરને વિહિપના આગેવાનોને મળવામા અને તેઓની રજૂઆતને સાંભળવામાં વાંધો શું છે તે તપાસનો વિષય છે.

વધુમાં વિહિપના આગેવાન પાસેથી મળતી માહિતી મુજબ મોરબીમાં સ્મશાનની બાજુમાં આવેલા વોકળા પર બનેલી યદુનંદન ગૌશાળાનું બાંધકામ અવરોધરૂપ હોય તોડી નાખ્યું હોય તો ગૌશાળાના બાંધકામની સીધી લીટીમાં આવેલા મકાન કેમ પાડવામાં નથી આવ્યા ?, કાલીકા પ્લોટમાં કે જ્યાંથી શનાળા રોડ અને રવાપર રોડનો પાણીનો નિકાલ છે ત્યાં દબાણો છે તેને કેમ દૂર કરવામાં ન આવ્યા ?, મોરબીમાં આવેલ મણીમંદિરની બાજુમાં જે દબાણ છે તેનો કેસ પણ ચાલુ છે તો તેના લાઇટ અને પાણીના જોડાણ બાબતે કેમ કોઈ કાર્યવાહી કરેલ નથી ?, મહાપાલિકાની પોતાની જગ્યા (પવડીનો ડેલો)માં પણ ગેરકાયદેસર દબાણ છે તેને કેમ તોડવામાં આવતું નથી ? મોરબીમાં હરતા-ફરતા પશુઓના અવેડા તોડી પાડવામાં આવેલ છે જો કે, ગેરકાયદે કતલખાના આજની તારીખે પણ ચાલી રહ્યા છે? જેથી કરીને કાયદા મુજબની એક સમાન કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News