મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહા નગરપાલીકાને ટકોર


SHARE







મોરબીમાં વૃક્ષો વાવીને તેનો ઉછેરવા કરવા મહા નગરપાલીકાને ટકોર

મોરબીના પર્યાવરણ પ્રેમી જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગરપાલિકાને પત્ર લખીને રજૂઆત કરવામાં આવી છે કે, મોરબી સીટી વિસ્તારમાં રોડ સાઈડમાં જે કોઈ વૃક્ષો હતા તે કોઈને કોઈ રીતે બળી ગયા છે કે કાપી નાખવામાં આવેલા છે.માટે શહેરની મધ્યમાં વૃક્ષો વાવવા જોઈએ અને તેનો યોગ્ય રીતે ઉછેર થાય અને વૃક્ષો મોટા થાય તેવા પણ સઘન પ્રયત્નો કરવા જોઈએ.

જીતુભાઈ ઠક્કર દ્વારા મહા નગર પાલીકાના કમિશનરને પત્ર લખીને જણાવવામાં આવેલ છે કે, મોરબી શહેરમાં શનાળા રોડ, રવાપર રોડ અને વાવડી રોડ ઉપર અગાઉ વાવેલા અને ઉછરી ગયેલા વૃક્ષો વિવિધ કારણોસર એટલે કે સુકાઈ જવાથી, રોડ રસ્તાના પેવર કામ દરમ્યાન અડચણરૂપ થતા કાઢી નાંખવા વિગેરે કારણોસર હાલમાં મોજુદ નથી.! જેમ કે નવા બસ સ્ટેન્ડથી આગળ જીઆઈડીસી પાસે પેવર બ્લોક કામ દરમ્યાન આયુર્વેદિક મહત્તા ધરાવતું નગોડનું વૃક્ષ કોઈએ કાઢી નાંખ્યું.આપણે સૌ જાણીએ છીએ તેમ હાલ પર્યાવરણ સુરક્ષા તરફના દુર્લક્ષની દુરોગામી અસરોને લીધે આપણે સૌ અતિ ભારે ગરમીનો સામનો કરી રહ્યા છીએ.વળી હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ હાલમાં "એક પેડ માઁ કે નામ" અંતર્ગત અભિયાન ચલાવવામાં આવે છે જે અનુસંધાને ઉપર દર્શાવેલ દરેક સ્થળોએ ફરી વૃક્ષો વાવીને ભવિષ્યમાં તે વૃક્ષોને કોઈપણ બહાના હેઠળ દૂર ન કરવામાં આવે તેવું આયોજન અને અમલીકરણ તંત્ર દ્રારા કરાવવામાં આવે તે જરૂરી બન્યુ છે.






Latest News